Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સ્વિત્ઝર્લેન્ડમાં બુરખા ઉપર પ્રતિબંધ મુકવો કે નહીંઃ ૭મી માર્ચે જનમત સંગ્રહના માધ્યમથી લોકો દ્વારા જ મત આપીને નિર્ણય જાહેર કરાશે

જ્યૂરિખઃ યુરોપીય દેશ સ્વિત્ઝર્લેન્ડમાં બુરખા પર ચર્ચા ચાલી રહી છે. બુરખાને જાહેર સ્થળો પર પહેરવાની છૂટ આપવી જોઈએ કે નહીં, તે વાતનો નિર્ણય સ્વિત્ઝર્લેન્ડની જનતા કરશે. આ માટે હવે જનમત સંગ્રહનો સહારો લેવામાં આવી રહ્યો છે, જેના પર દેશની જનતા 7 માર્ચે મતદાન કરશે અને નિર્ણય લેશે કે બુરખા પર પ્રતિબંધ લગાવવામાં આવે કે નહીં. આ સાથે દેશની પ્રત્યક્ષ લોકતાંત્રિક સિસ્ટમમાં કેટલાક ફેરફારોને લઈને જનતાનો મત માંગવામાં આવ્યો છે, તે બધા મુદ્દા પર પણ જનતા 7 માર્ચે જનમતસંગ્રહ દરમિયાન મતદાન કરશે.

શું છે મૂળ મુદ્દો?

સ્વિત્ઝર્લેન્ડમાં મુસ્લિમ વસ્તીને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ વખતે જનમત સંગ્રહ દરમિયાન લોકોને સવાલ પૂછવામાં આવ્યા છે કે પબ્લિક પ્લેસમાં કોઈપણ પોતાનો ચહેરો ન ઢાકે, તેના પર તમારો શું મત છે? મહત્વનું છે કે યૂરોપના ઘણા દેશોમાં જેમ કે નેધરલેન્ડ, જર્મની, ફ્રાંસ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ અને ડેનમાર્કમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ છે. પરંતુ સ્વિત્ઝર્લેન્ડમાં જે પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે, તેને મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ માનવામાં આવી રહ્યું છે. તો કેટલાક લોકો એવા પણ છે, જે ઈચ્છે છે કે ધાર્મિક સ્થળો કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરી રહેલા લોકોને બુરખો પહેરવાની છૂટ મળે.

સુરક્ષા છે મુખ્ય મુદ્દો

સ્વિત્ઝર્લેન્ડમાં બુરખા બેનને લઈને જે ડીબેટ શરૂ થઈ છે તો તે રાષ્ટ્રીય સુરક્ષા અને ઇસ્લામોફોબિક સેન્ટિમેન્ટ્સને લઈને. મહત્વનું છે કે બુરખા પર બેનનો તે પ્રપોઝલ તે નિર્ણયના 12 વર્ષ બાદ લેવામાં આવી રહ્યો છે, જેમાં સ્વિત્ઝર્લેન્ડે લોકોએ નવા મીનારાને બનવાથી રોકી દીધા હતા. પરંતુ તેના કારણે રાજકીય ખળભળાટ થયો હતો. આ પ્રસ્તાવની પાછળ તે દક્ષિણપંથી પાર્ટી છે, જેણે મીનારાના નિર્માણ પર પ્રતિબંધ લગાવનારા જનમત સંગ્રહનું આયોજન કર્યું હતું. તે જનમત સંગ્રહને 60 ટકા સ્વિસ લોકોએ સ્વીકાર કર્યો હતો અને મીનારા પર પ્રતિબંધનું સમર્થન કર્યુ હતું.

દેશમાં 5 ટકા વસ્તી

સ્વિત્ઝર્લેન્ડની વસ્તીમાં 5 ટકા ભાગીદારી મુસ્લિમોની છે. જ્યારે દેશની વસ્તી 86 લાખ લોકોની છે. મહત્વનું છે કે યૂરોપમાં ઈસ્લામિક આતંકવાદ વધી રહ્યો છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે આ જનમતસંગ્રહ બુરખાના વિરોધમાં લોકોની ભાવનાઓને બહાર લાવવાની રીત છે.

(4:48 pm IST)