Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

યુવક એક સાથે ૪ છોકરીઓને ડેટ કરી રહ્યો હતોઃ દગાખોરીની ગર્લફ્રેન્ડને ખબર પડી જતા અનોખો બદલો લીધો

અન્ય યુવતીઓ સાથેના સંબંધના પૂરાવાઓ આખી રૂમમાં ચોંટાડી દીધા :આ બાદ તેનો ફોટો બોયફ્રેન્ડને મોકલીને બ્લોક કરી દીધો

ન્યુર્યોર્ક,તા.: પ્રેમમાં દગો આપવાના મામલા દ્યણીવાર સામે આવતા રહે છે. દ્યણીવાર તો બધું એટલું વધી જાય છે કે લોકોના સંબંધ તૂટી જાય છે. હાલમાં એક એવો મામલો સામે આવ્યો છે. જેમાં એક ગર્લફ્રેન્ડને માલુમ પડ્યું તે તેનો બોયફ્રેન્ડ અન્ય છોકરીઓને પણ દગો આપી રહ્યો છે. તો તેણે કંઈક એવો વિચિત્ર પ્રકારનો બદલો લીધો કે છોકરો પણ દંગ રહી ગયો.

Emely Zambrano નામની છોકરીએ એક વીડિયો રિલીઝ કર્યો છે. વીડિયોમાં તે પોતાના બોયફ્રેન્ડ વિરુદ્ઘ તમામ પૂરાવાઓ એક કરીને તેના રૂમમાં ચોંટાડી દીધા. મિરરની રિપોર્ટ મુજબ, તેણે જણાવ્યું કે, 'હું જયારે પણ મારા બોયફ્રેન્ડને કહેતી કે તે મારી સાથે ચીટિંગ કરી રહ્યો છે, તે મને હું ગાંડી છું એમ કહેતો. તો મેં નક્કી કર્યું કે હું તેના વિરુદ્ઘના તમામ પૂરાવાઓની પ્રિન્ટ આઉટ કઢાવીશ.'

બાદ એમેલીએ તમામ પૂરાવાઓને સાથે જોડ્યા. તેમાં અન્ય યુવતીઓના નામ અને ચહેરાને બ્લર કરી દીધો અને બાદમાં ચેટને દિવાલ પર ચોંટાડી દીધા. કામ કરવામાં તેને બે કલાકનો સમય લાગી ગયો. તેણે જણાવ્યું કે, તેનો બોયફ્રેન્ડ પહેલા પણ તેને દગો આપી ચૂકયો હતો, પરંતુ તે સમયે તેની પાસે કોઈ પૂરાવાઓ નહોતા.

કામ કર્યા બાદ એમેલીએ પોતાના બોયફ્રેન્ડને મેસેજ કર્યો. તેણે બોયફ્રેન્ડને કહ્યું, તારામાટે સરપ્રાઈઝ છે'. બાદ તેણે છોકરાને બ્લોક કરી દીધો. જોકે બોયફ્રેન્ડે તેના ઘણા મેસેજ કર્યા અને વોઈસ મેસેજ પણ મોકલ્યા પરંતુ એમેલીએ તેની સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવાથી ઈનકાર કરી દીધો.

(10:19 am IST)