News of Saturday, 3rd February 2018

પૈસા કમાવા કરી રોડની ચોરી!

અનોખી ચોરી, ૮૦૦ મીટર રોડ ચોરી અને વેચી નાખ્યો!

શંઘાઈ તા. ૩ : પૂર્વ ચીનમાં એક અનોખી ચોરી થઈ છે. અહીં જિંઆગ્સૂ રાજયમાં એક ચોરે કોંક્રીટથી બનેલો ૮૦૦ મીટર રસ્તો એક રાતમાં ચોરીને વેચી પણ દીધો છે. ચીની મીડિયાના રિપોર્ટ અનુસાર ૨૪ જાન્યુઆરીની સવારે સાનકેશુ ગામના લોકો ઉઠ્યા તો તેમણે જોયું કે ગામના મુખ્ય રોડનો એક મોટો ભાગ ગાયબ જ થઈ ગયો હતો.

 

આ ઘટનાથી આશ્ચર્યમાં મુકાયેલા લોકોએ તુરંત પોલીસને ફરીયાદ કરી અને કહ્યું કે રોડનો એક ભાગ આશ્ચર્યજનક રીતે ગાયબ થઈ ગયો છે. શરૂઆતમાં લોકોને લાગ્યું કે, કદાચ એવું બન્યુ હોય કે કોઈ જાહેરાત વગર જ રોડ રિનોવેશનનું કામ શરુ કરવામાં આવ્યું હોય.

 

જોકે પોલીસે આ મામલે વધુ તપાસ કરતા તમને મામલો કંઈક બીજો જ હોવાનું જણાયું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઝૂ નામના એક વ્યકિતએ મશીન દ્વારા ૮૦૦ મીટર રોડ ખોદી નાખ્યો હતો અને તેમાંથી કોંક્રીટનો ભાગ એક ફેકટરીને વેચી દીધો હતો.

પોલીસે કહ્યું કે, 'ઝૂએ આ રીતે પૈસાદાર બનાવો પ્લાન બનાવ્યો હતો અને તે વિચારતો હતો કે જુદી જુદી જગ્યાએથી કોંક્રીટના રોડને ખોદીને તે પૈસાવાળો બની જશે.' ઝૂએ કહ્યું કે, 'રોડના તે ભાગનો કોઈ ખાસ યુઝ કરતું નહોતું તેથી મને થયું કે આ એક સારો બિઝનેસ મોકો છે. હું તેને વેચીને પૈસા બનાવી શકીશ.'

ઝૂએ લગભગ ૫૦૦ ટન કોંક્રીટ ચોરીને વેચી હતી જેનાથી ૫૧ હજાર રૂપિયાતે કમાયો હતો. આ ચોરીનો મામલો જાહેર થતા સોશિયલ મીડિયામાં તેના સમર્થનમાં અનેક લોકો જોવા મળ્યા હતા. તેમણે ઝૂના આ આઇડિયાને રચનાત્મકતા સાથે સરખાવ્યો અને કહ્યું કે, 'ગરીબીએ તેને રચનાત્મક બનાવી દીધો છે.' તો અન્ય કેટલાક લોકોએ તેની વિરુદ્ઘમાં કોમેન્ટ કરતા કહ્યું કે તેના માટે એવી સજા હોવી જોઈએ કે તેને હવે રોડ બનાવવા માટે કહેવું જોઈએ. (૨૧.૧૧)

(10:17 am IST)
  • 24 કલાકમાં 6 એન્કાઉન્ટર : કાસગંજ હિંસા બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કોઇપણ પ્રકારના અરજકતા ફેલાવનાર તત્વોને સહન કરવામાં આવશે નહીં. જે બાદ 24 કલાકમાં યુપી પોલીસે લખનઉ, ગોરખપુર, મુઝફ્ફરનગર, નોએડા, મેરઠ અને કન્નોજમાં એન્કાઉન્ટર કર્યાં. શનિવારે લખનઉમાં પોલીસ અને બાવરિયા ગેંગ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં 4 ડાકૂની ધરપકડ કરવામાં આવી છે. access_time 1:42 pm IST

  • પદ્માવત ફિલ્મ ગુજરાતમાં રિલીઝ ન થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે પોતાના મતવિસ્તારની મુલાકાતે આવેલા ભાજપ સાંસદ પરેશ રાવલે જણાવ્યુ હતું કે કોઇપણ ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકાવો જોઇએ. કોઇ સમાજની લાગણી દુભાઇ હોય તો તે સમાજના અગ્રણીઓ અને ફિલ્મ નિર્માતાએ સાથે બેસીને ચર્ચા કરવી જોઇએ અને શાંતિથી કોઇપણ વિવાદનું નિરાકરણ કાઢવું જોઈએ. access_time 2:37 pm IST

  • 'ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ' (AIMPLB)નાં 'મોડલ નિકાહનામાં' માં નિકાહ દરમિયાન પતી દ્વારા પોતાની પત્નીને ભવિષ્યમાં ક્યારેય એક સાથે ત્રણ તલ્લાક નહી દયે તેવું લેખિતમાં સોગંધ લેવાની જોગવાઈ ઉમેરવાની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ૯ ફેબ્રુઆરીએ હેદરાબાદમાં શરૂ થનારી બેઠકમાં આ સુધારેલા મોડેલ નિકાહનામાં પર વિચાર-વિમર્શ થશે. access_time 12:57 am IST