Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

આ વ્યકિતના હાથમાં ઉગે છે ઝાડ

ઢાકા તા. ૩ : 'ટ્રી મેન'ના નામથી ચર્ચામાં રહેલો બાંગ્લાદેશનો અબ્દુલ બાજનદાર ૧૦ વર્ષથી એક વિચિત્ર બીમારીથી પીડાય છે. તેના હાથ અને પગમાંથી ડાળખીઓ નીકળવા લાગી હતી. બે વર્ષ પહેલા તેનો ઇલાજ શરૂ થયો હતો.

આ ઉપરાંત એક વર્ષ પહેલા હોસ્પિટલમાં તેણે ૨૪ સર્જરી પછી બીમારીમાંથી ઠીક થયો હતો. જોકે, એક વર્ષ પછી બાજનદારના હાથમાં ફરીથી ડાળખીઓ નીકળવા લાગી હતી. જેથી તેની દશા વિચિત્ર બની હતી.

અબ્દુલ બાજનદાર ૨૭ વર્ષનો છે અને તે રિક્ષા ચલાવતો હતો. તે અનેક વર્ષથી કોઇ નોકરી કરી શકતો નથી. તેનો પરિવાર હોસ્પિટલમાં તેની સાથે જ રહે છે. બાજનદારને હવે એ વાતનો ડર લાગી રહ્યો છે કે શું તે ઠીક થઇ શકશે.

બાજનદાર એપિડર્મોડાઇપ્લેસિયા વેર્રૃસીફોર્મિસથી ગ્રસ્ત છે. આ એક દુર્લભ આનુવંશિક સ્થિતિ થાય છે. જેને 'ટ્રી મેન રોગ' કહેવામાં આવે છે. ડોકટર્સે સર્જરી કરીને તેના હાથ અને પગમાંથી પાંચ કિલો કરતા વધારે ઝાડની ડાળીઓ હટાવી હતી.

ડોકટર સેનનું કહેવું છે કે દુનિયાભરમાંથી માત્ર ૬ લોકોને જ આવી બીમારી છે. ગત વર્ષે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલે એક બાંગ્લાદેશી યુવતીની સારવાર કરી હતી. જેને આ બીમારી હતી.

(9:47 am IST)