Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

પૃથ્વી પરના 6ઠ્ઠા વિનાશને લઈને વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

નવી દિલ્હી: પૃથ્વી પર છેલ્લો મહાવિનાશ  લગભગ 65 મિલિયન વર્ષો પહેલા આવ્યો હતો ત્યારે પૃથ્વી પરથી ડાયનાસોર ખત્મ થઈ ગયા હતા. તેને 5મો સામૂહિક મહાવિનાશ માવનામાં આવ્યો છે  અત્યારે  વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો છે. અને આ છઠ્ઠા મહાવિનાશમાં મનુષ્ય સાથે અનેક પ્રજાતિઓ પણ નાશ પામી શકે છે. આ વિનાશ હવા અને પાણીમાં ઓક્સિજનના અભાવને કારણે થશે. જ્યારે પૃથ્વી પરથી સમગ્ર પ્રજાતિ એક જ સાથે લુપ્ત થઈ જાય. આ વિશે સમજવાની શરૂઆત પહેલા આપણે વિનાશથી કરીએ. લગભગ 443 મિલિયન વર્ષો પહેલા પ્રલય આવ્યો હતો. તેને એન્ડ-ઓર્ડોવિશિયન કહેવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન પૃથ્વી પરનું તમામ પાણી બરફ બનવા લાગ્યું. સમુદ્ર અને તેની બહારની ઠંડીથી પશુ -પક્ષી  સાથે અસંખ્ય જીવો મરવા લાગ્યા. આ દરમિયાન લગભગ 86 પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ. જે બાકી રહ્યા હતા તેઓ નવા વાતાવરણ મુજબ પોતાને જાતને અનુકૂળ થઈને બચીને રહ્યા. વર્ષ 2017ના કરંટ બાયોલોજી જર્નલમાં આ અંગે વિગતવાર વિસ્તારપુર્વક માહિતિ આપવામાં આવી છે.

(5:30 pm IST)