Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ચીને હાઇપરસોનીક જેટ તૈયાર કર્યું હોવાનો દાવો

નવી દિલ્હી: ચીને (China) એક હાઇપરસોનિક જેટ (Hypersonic Jet) તૈયાર કર્યું હોવાનો દાવો કર્યો છે, જે અવાજની ગતિથી 16 ઘણી ઝડપે ઊડી શકે છે. આ દાવા પ્રમાણે જો જેટ એન્જિન (Jet Engine)ને કોઈ વિમાનમાં ફિટ કરવામાં આવે છે તો આ દુનિયામાં ક્યાંય પણ બે કલાકમાં પહોંચવામાં સક્ષમ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અવાજની ઝડપ 1234.8 કિમી પ્રતિ કલાકની હોય છે. સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ (South China Morning Post)ની રિપોર્ટ પ્રમાણે, ચીને નવા જેટ એન્જિનને Sodramjet નામ આપ્યું છે.

            બેઇજિંગની એક ટનલમાં આનું પરીક્ષણ કરવામાં આવ્યું. ટેસ્ટિંગ દરમિયાન જેટ એન્જિન ટનલમાં મેળવી શકનારી મહત્તમ ઝડપ સુધી પહોંચવામાં સફળ રહ્યું. રિસર્ચર્સનું એ પણ કહેવું છે કે, પરંપરાગત રનવેથી ઊડાન ભરનારા વિમાનોમાં પણ આ એન્જિનને લગાવવામાં આવી શકાય છે. ઊડાન ભર્યા બાદ વિમાન એક ખાસ ઑરબિટમાં પહોંચશે અને પછી ફરી લેન્ડિંગ સમયે ધરતીના વાયુમંડળમાં આવી જશે.

(5:55 pm IST)