Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ઈલોન મુસ્કની કંપનીએ લોંચ કરેલ સ્પેસએક્સથી ફ્લોરિડાના અનેક વિસ્તારોમાં બોંબ જેવો અવાજ આવતા લોકો ગભરાયા

નવી દિલ્હી: ઇલોન મુસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા રવિવારે ફાલ્કન-9 રોકેટ યાન છોડવામાં આવ્યું અને તેનાથી ફલોરિડાના અનેક વિસ્તારોમાં સુપર સોનિક બૂમ જેવો અવાજ ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લગભગ સેન્ટ્રલ ફલોરિડામાં આ એક્સપ્લોઝીવ વોઇસની ધ્રૂજારી હતી અને લોકો જે આ લોન્ચીંગથી જાણકાર ન હતા તેઓ ગભરાટમાં આવી ગયા હતા અને ઘરબહાર નીકળી ગયા હતા.

      સ્પેસ એક્સ કંપની તેના આ લોન્ચીંગથી અવકાશમાં એક સેટેલાઈટની હારમાળા ગોઠવી રહ્યું છે જે ભવિષ્યમાં ઇન્ટરનેટના કનેકશન માટે અને વધુ સારા ઇન્ટરનેટની વ્યવસ્થા સર્જવા માટે કંપની મીની ઉપગ્રહ લોન્ચીંગ કરી રહ્યુ છે અને એક ઉડાનમાં 100થી 120 ઉપગ્રહ લોન્ચ કરાય છે.

(7:09 pm IST)