Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સીરિયામાં વધી રહેલ કોરોનાના કારણોસર વેન્ટિલેટર માટે દર્દીઓના મૃત્યુ થવાની રાહ જોવાની નોબત આવી પડી

નવી દિલ્હી: સીરીયામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ તબીબી સુવિધાઓ ઓછી છે જો કે અહીં માર્ચ મહિનાથી 112 લોકો જ કોરોનાથી મૃત્યુ પામ્યા છે અને અત્યાર સુધીમાં સરકારી દાવા મુજબ 2765 કેસ નોંધાયા છે પરંતુ છેલ્લા ત્રણ સપ્તાહમાં કોરોનાનું સંક્રમણ ડબલ થઇ રહ્યું છે અને દમાસ્કસ સહિતના શહેરોમાં પરિસ્થિતિ બદલી રહી છે. અહીં રોજના 90 થી 100 દર્દીઓ આવી રહ્યા છે.

           પરંતુ ઇક્વીપમેન્ટની ભારે તંગી છે અને તેના કારણે ખાસ કરીને વેન્ટીલેટરમાં દર્દીઓએ અન્ય દર્દી સ્વસ્થ થાય અથવા તો મૃત્યુ પામે તેની રાહ જોવી પડે છે. અહીં પરિસ્થિતિ એટલી ગંભીર છે કે હોસ્પિટલમાં એન-95 જેવા માસ્કની પણ તંગી છે. અને અહીં 60 ડોલરમાં માસ્ક મળી રહ્યા છે.

(7:08 pm IST)