Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

નજીકના ભવિષ્યમાં અલ્ગોરિધમની ઘટનાથી 90 ટકા ગુનાખોરીની ઘટનાઓ અંગે અગાઉથી જ જાણી શકાશે

નવી દિલ્હી: શિકાગો યુનિવર્સિટીએ એક એવું અલ્ગોરિધમ તૈયાર કર્યું છે જે ગુનાખોરીની ઘટના અંગે એક સપ્તાહ પહેલા જ પૂર્વાનુમાન લગાવી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડવાન્સ મશીન લર્નિંગ ટેક્નિકની મદદથી કમ્પ્યુટર માટે બનાવાયેલું આ અલ્ગોરિધમ શિકાગોમાં લાગુ કરાયું છે. જ્યારે 7 અમેરિકન શહેરો એટલાન્ટા, ઓસ્ટિન, ડેટ્રોઇટ, લોસ એન્જલસ, ફિલાડેલ્ફિયા, પોર્ટલેન્ડ અને સાન ફ્રાન્સિસ્કોના ડેટાના આધાર પર પણ તૈયાર કરાયું છે. આ શહેરોમાં થનારા ગુનાઓની પેટર્ન, સમય તેમજ લોકેશનના આધાર પર નવી પેટર્ન તૈયાર કરાઇ છે. જે ક્રાઇમની પેટર્નને જોઇને થનારા ક્રાઇમ અંગે અનુમાન લગાવશે. હત્યા, હુમલો, ચોરી સહિત અન્ય ગુનાઓના ઐતિહાસિક ડેટાનું પરીક્ષણ તેમજ ચકાસણી કરીને તેને તૈયાર કરાયું છે, જેથી કરીને ફરીથી ગુનો ક્યારે થશે અંગે સ્થાનિક પોલીસને અગાઉથી એલર્ટ કરી શકાય. અલ્ગોરિધમમાં ગુનાખોરીની ઘટનાઓના આધાર પર 1,000 ફૂટના અલગ અલગ સ્લોટ બનાવાયા છે.

(5:56 pm IST)