Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કબ્જાવાળા વિસ્તારમાંથી રશિયન સેના અનાજ જપ્ત કરી રહ્યું હોવાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હી: યુક્રેને રશિયા પર વધુ એક આરોપ લગાવતા, કહ્યું- રશિયન સેના કબજાવાળા વિસ્તારોમાંથી અનાજ જપ્ત કરી રહી છે. યુક્રેનના નાયબ કૃષિ પ્રધાન તારાસ વ્યાસોત્સ્કીએ કહ્યું છે કે રશિયન સૈન્ય તેના કબજામાં રહેલા પ્રદેશોમાં મોટા પ્રમાણમાં અનાજ જપ્ત કરી રહ્યુ છે, જ્યારે તેના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે યુદ્ધગ્રસ્ત દેશ ઇંધણની અછતનો સામનો કરી રહ્યો છે. વિસોત્સ્કીએ શનિવારે યુક્રેનિયન ટેલિવિઝનને કહ્યુંઃ 'આજે, તે વાતની પુષ્ટિ થઇ છે કે ઝાપોરિઝ્‌ઝ્‌યા, ખેરસન, ડોનેટ્‌સક અને લુહાન્સ્ક પ્રદેશોમાંથી કુલ કેટલાંક મિલિયન ટન અનાજ બહાર કાઢવામાં આવ્યું છે.' યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ શુક્રવારે રાત્રે કહ્યું હતું કે યુક્રેન ઇંધણની અછતનો પણ સામનો કરી રહ્યું છે કારણ કે રશિયાએ તેના ઇંધણ માળખાને નષ્ટ કરી દીધું છે અને તેના બંદરોને અવરોધિત કર્યા છે. ઇંધણ સ્ટેશનો પર વાહનોની કતાર જાેવા મળે છે અને મોટાભાગના સ્થળોએ ડ્રાઇવરો એક સમયે માત્ર ૧૦ લિટર ઇંધણ ખરીદી શકે છે. ઝેલેન્સ્કીએ વચન આપ્યું હતું કે અધિકારીઓ એક કે બે અઠવાડિયાની અંદર ખામીને ભરવા માટે ઇંધણ પુરવઠાની વ્યવસ્થા શોધી લેશે, પરંતુ ક્રેમેનચુક રિફાઇનરી પર રશિયન મિસાઇલ હુમલા પછી તેને 'મુશ્કેલ કામ' ગણાવ્યું હતું. ઝેલેન્સકીએ કહ્યું, 'ત્યાં કોઈ તાત્કાલિક ઉકેલ નથી.

 

(6:42 pm IST)