Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

ન્યુ જર્સીમાં લોંચ વિશ્વનું સૌથી પ્રથમ બર્ગર મશીન

નવી દિલ્હી: વિશ્વનું પ્રથમ બર્ગર વેન્ડિંગ મશીન લોન્ચ કરવામાં આવ્યું છે. વિશ્વનું પ્રથમ બર્ગર વેન્ડિંગ મશીન ન્યૂ જર્સીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ બર્ગર વેન્ડિંગ મશી તમને માત્ર 6 મિનિટમાં ગરમાગરમ ટેસ્ટી બર્ગર પીરસે છે. રોબોબર્ગર એક બોક્સમાં વિશ્વનો પ્રથમ પ્લગ-ઇન બર્ગર શેફ છે, જે એક બટન પ્રેસ કરવાથી બર્ગર બનાવી શકે છે. બર્ગર વેન્ડિંગ મશીન માત્ર 12 ચોરસ ફૂટના વિસ્તારમાં ફિટ થઈ શકે છે. આ મશીનને વોલ સોકેટમાં પ્લગ કરી શકાય છે.રોબોબર્ગર કંપનીની સ્થાપના 2019 માં 3 લોકો ઓડલી, ડેન અને એન્ડી દ્વારા કરવામાં આવી હતી. વેન્ડિંગ મશીન દ્વારા તૈયાર કરાયેલ બર્ગરની કિંમત માત્ર US$6.99 અથવા અંદાજે રૂ.530 છે. આ મશીનનું સંચાલન કરવા માટે કોઇ કર્મચારીઓની આવશ્યકતા રહેતી નથી, પરંતૂ માત્ર આ મશીન યોગ્ય રીતે કાર્ય કરે છે કે, નહીં તે ચકાસવા માટે કર્મચારીઓને રાખવામાં આવ્યા છે. યૂએસએની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, “જો મશીનમાં કંઇ ખોટુ થઇ ગયુ તો મશીન બંધ થઇ જશે. ઉદાહરણ તરીકે, જો લાઇટ જતી રહી અને રેફ્રિજરેશન સિસ્ટમ બંધ થઇ ગયો, તો રોબોબર્ગર મશીનની તપાસ થતા સુધીમાં બીજુ બર્ગર નહીં બચે”  

(8:48 pm IST)