Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

કોરોના વાયરસ સામે રશિયાએ મહત્વનું પગલું ભર્યું:તૈયાર કરી દુનિયાની સૌપ્રથમ નોઝલ વેક્સીન


નવી દિલ્હી: કોરોના મહામારી સામે ચાલુ જંગમાં એક ઐતિહાસિક પગલું ભરતા કોવિડ વેક્સિન(Corona Vaccine) સ્પુતનિક વી એ નોઝલ વર્ઝનનની નોંધણી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રશિયાની આ નવી વેક્સિન દુનિયાની પ્રથમ (First Nasal Vaccine) નોઝલ વેક્સિન છે. સ્પુતનિક વી દ્વારા શનિવારે ટ્વીટ કરીને કહ્યું કે, રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયે કરોનાની સામે દુનિયાની પ્રથમ     નાક દ્વારા આપવામાં આવતી નોઝલ વેકસિન જે સ્પુતનિક વીનું નોઝલ વર્ઝન છે જેની નોંધણી કરી છે. નોઝલ વેક્સિનને લઈને દુનિયાભરના હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, આનાથી કોરોનાની લડાઈ વધુ સરળ બની જશે અને આ ઈંજેક્શનની તુલનામાં આપવી પણ સરળ રહેશે. દુનિયાના કેટલાક બીજા દેશો પણ નોઝલ વેક્સિનની દિશામાં કામ કરી રહ્યા છે પરંતુ હાલમાં માત્ર રશિયા જ એક માત્ર એવો દેશ છે જે નોઝલ વેક્સિન બનાવવામાં સંપૂર્ણપણે સફળ થયો છે. નાક દ્વારા આપવાના કારણે તેને ઈન્ટ્રાનોઝલ વેક્સિન પણ કહેવામાં આવે છે. આ અગાઉ નોઝલ વેક્સિનને લઈને એક રશિયન સમાચાર એજન્સીએ જાન્યુઆરી મહિનામાં કહ્યું હતું કે, કોવિડ-19 માટે નાકની રસી લોકો માટે ત્રણથી ચાર મહીનામાં ઉપલબ્ધ થઈ જશે. આ નોઝલ વેક્સિન કોરોના વાયરસ સ્ટ્રેનની સામે ઘણી અસરકારક સાબિત થશે.

(8:48 pm IST)