Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

ઓએમજી......અમેરિકાના કેલિફોર્નિયામાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં સાયકલ ચાલકનો આબાદ બચાવ

નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલાં એક અકસ્માતમાં સાઇકલ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. જેનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચાર રસ્તા પર બંને તરફથી ફુલ સ્પીડમાં કાર આવી રહી છે. એક SUV બીજી કારને ટક્કર મારીને ફંગોળી દે છે. આ દરમિયાન એક સાઇકલચાલક અડફેટે આવતાં સહેજ રહી જાય છે. મહત્તવનું છે કે, આ ઘટનામાં સાઇકચાલક યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી બંને કારચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

(8:45 pm IST)