Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

ઉત્તર કોરિયામાં દેશદ્રોહીઓ માટે બનાવવામાં આવી જેલ

નવી દિલ્હી: જેલમાં પુરાયેલાં લી યંગ જૂ ઢસડાતાં ઢસડાતાં પોતાની સેલમાં પહોંચ્યાં હતાં, જ્યાં એમને પલાંઠી મારીને બેસવાનું કહેવાતું અને એ દરમિયાન પોતાના હાથ ઘૂંટણ પર રાખવા પડતા. આગામી 12 કલાક સુધી એમને હલનચલન કરવાની મંજૂરી નહોતી. થોડુંક પણ હલનચલન કરવાથી કે સેલમાંના બીજા સાથીઓ સાથે ગુસપુસ કરવાની એમને સખત સજા મળતી. ખાવા માટે એમને મકાઈના થોડા દાણા અને પીવા માટે મર્યાદિત પાણી મળતું હતું. લી યંગ જૂએ બીબીસીને જણાવ્યું કે કલાકો સુધી એમની પૂછપરછ કરવામાં આવતી હતી. આ પૂછપરછ એટલા માટે થતી કેમ કે તેઓ પોતાનો દેશ છોડવાની કોશિશ કરતાં હતાં. ઘણા લોકો દેશ છોડવાને મોટી વાત નથી સમજતા પરંતુ જૂ માટે એ ઘણી મોટી વાત હતી. પોતાની સજાની રાહ જોતાં એમને ચીનની સીમા પાસે ઉત્તર કોરિયાઈ ઓનસોંગ ડિટેન્શન સેન્ટરમાં ત્રણ મહિના રહેવું પડ્યું. જ્યારે તેઓ પોતાની ઓરડીમાં બેસતાં ત્યારે એમને બહારથી નજર રાખતા સૈનિકોનાં જૂતાંમાં લગાડેલી ધાતુની ચિપનો 'ક્લાક ક્લાક' અવાજ સંભળાતો હતો.

 

(8:44 pm IST)