Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સુદાનની ટાર્કો એરલાઇન્સમાં એક બિલાડી ઘુસી જવાથી ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની નોબત આવી

નવી દિલ્હી: સુદાનની ટાર્કો એરલાઇન્સના એક પ્લેનને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. તેનું કારણ એક બિલાડી છે. બિલાડી પાયલટની કોકપિટમાં પહોંચી ગઇ અને એક પાયલટ પર હૂમલો કરી દીધો. એક ન્યૂઝ વેબસાઇટની રિપોર્ટ પ્રમાણે ફ્લાઇટ કતરની રાજધાની દોહા જઇ રહી હતી, જ્યારે અચાનક બિલાડીએ તના પાયલટ પર હૂમલો કર્યો અને તેમને એટલા હેરાન કર્યા કે તેમને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

          ખાર્તુમથી દોહા તરફ જઇ રહેલી ફ્લાઇટની કોકપિટમાં પહોંચલી બિલાડીએ ખૂબ હોબાળો કર્યો. ત્યાં સુધીમાં પ્લેન પોતાની અડધી ઉડાન પુરી કરી ચુક્યું હતું. જ્યાકરે પાયલટોનું ધ્યાન બિલાડી તરફ ભટકી રહ્યું હતું અને અંદર સવાર મુસાફરોના જીવ જોખમમાં મુકાયો હતો. પ્લેનના ક્રુએ બિલાડીને કાબૂમાં કરવાના પ્રયાસ કર્યા પરંતુ નિષ્ફળ ગયા.

(5:35 pm IST)