Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

આ વાઘની ત્રાડ નહીં, ગીત સાંભળવા ઝૂમાં જામે છે ભીડ

મોસ્કો,તા. ૨: બુલબુલનું મીઠું ગીત તો તમે સાંભળ્યું હશે, પણ શું વાઘનું ગીત સાંભળ્યું છે? કદી નહીં. પણ, કાલ્પનિક લાગતી આ વાત સાઇબેરિયાના શહેર બારનૌલના ઝૂમાં રહેલા વાઘના ૮ મહિનાના બચ્ચાએ સાચી ઠેરવી છે. ઝૂમાં રહેલા આ બાળવાઘનું નામ વિટાસ છે. અસંખ્ય લોકો વિટાસના 'કર્ણમંજુલ આક્રંદ'ને ઓનલાઇન સાંભળી ચૂકયા છે અને દેશ-વિદેશના સેંકડો મુલાકાતીઓ બાળવાઘનું ગીત સાંભળવા પાર્કની મુલાકાત લઈ રહ્યા છે.

બારનૌલના એક ઝૂએ તાજેતરમાં એક વિડિયો શેર કર્યો હતો, જેમાં વિટાસ નામનું વાઘનું બચ્ચું પક્ષીના કલરવ અને વાનર જેવો અવાજ એકસાથે કાઢીને એની માતાને બોલાવી રહ્યું છે. જોકે વાઘનો આવો અસામાન્ય સ્વર સાંભળીને કેટલાક લોકોને ચિંતા થઈ છે. એના જવાબમાં ઝૂના એક સ્ટાફ-મેમ્બરે જણાવ્યું કે 'બચ્ચું સ્વસ્થ છે, એના ગળામાં કોઈ તકલીફ નથી. વિટાસનો જન્મ થયો ત્યારથી જ માતાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા એ આ રીતે જ એને બોલાવે છે.

(10:31 am IST)