Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મૃત્યુના ૧૮ કલાક પહેલાં બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

ન્યૂયોર્ક તા. ૨ : અમેરિકાના કનેકિટકટમાં રહેતી હીથર લિન્ડસેને ડાન્સનો શોખ હતો. ૨૦૧૫માં તે ડાન્સ-કલાસમાં ગઈ ત્યારે તેની મુલાકાત ડેવિડ મોશર સાથે થઈ. તેઓ પ્રેમમાં પડ્યાં અને લગ્ન કરવાનો એકમેકને કોલ આપી દીધો. જોકે નિયતિને આ પસંદ નહોતું. હીથરને બ્રેસ્ટ-કેન્સર થયું અને એની સારવાર લાંબી ચાલી. ડોકટરોએ કહી દીધું કે હવે હીથરની બચવાની આશા નથી. જોકે હીથરને ડેવિડ સાથે લગ્ન કરવાં જ હતાં તેથી બાવીસ ડિસેમ્બરે તેણે ન્યુ જર્સીમાં આવેલી હોસ્પિટલના બેડ પર જ ડેવિડ સાથે લગ્ન કર્યાં. આ પછી માત્ર ૧૮ કલાકમાં તેનું મૃત્યુ થઈ ગયું. તેમના મિત્રોએ આ કયુટ કપલની લવસ્ટોરીને સોશ્યલ મીડિયામાં ફોટોગ્રાફ સાથે મૂકી છે અને એ એકદમ વાઇરલ થઈ.

(3:43 pm IST)