Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

સેટેલાઇટ રિપેર કરવાનું કામ સ્પેસ રોબો કરશે

અમેરિકાની વિખ્યાત સંસ્થા નાસાએ અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રીના સહયોગમાં હવે એવા રોબો વિકસાવવાનો કાર્યક્રમ હાથ ધર્યોછે. જે સ્પેસમાં ફરી રહેલા સેટેલાઇટો રિપેર કરી શકશે અને સ્પેસ-વોર થાય ત્યારે દુશ્મન દેશના સેટેલાઇટોને પણ નષ્ટ કરી શકશે. આ રોબોટિક સેટેલાઇટોને સર્વિસ-સ્ટેશન ઇલ ઓર્બિટ એવું નામ આપવામાં આવ્યું છે. આ રોબો માત્ર સેટેલાઇટને રિપેર કરવા ઉપરાંત એનું રીફયુઅલ કરશે. અને સ્પેસમાં જે માનવસર્જિત કચરો છે એને સાફ કરવામાં પણ મદદ કરશે. ર૦૧પમાં માણસના હાથની મુઠ્ઠી જેવડા રપ,૦૦૦ ઓબ્જેકટ્સ અને સિકકા જેવડા પાંચ લાખ ઓબ્જેકટ્સ આકાશમાં ફરતા હતા.

આ ઓબ્જેકટ્સ નવા સેટેલાઇટો અને પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર મુકવામાં આવતા સ્પેસક્રાફટ માટે જોખમી છે.

(9:10 am IST)