Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ચીનની સેનાકીય શક્તિ એક દશકમાં 1500 જેટલી મિસાઈલ ધરાવી શકે છે

નવી દિલ્હી:  ચીનની સેનાકીય શક્તિ અંગે પેન્ટાગોને મંગળવારે કોંગ્રેસ સમિતિ સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરતા ધડાકો કર્યો હતો કે એક જ દશકમાં એટલે કે મોડામાં મોડા ૨૦૩૫ સુધીમાં ચીન પાસે ૧,૫૦૦ જેટલા પરમાણુ બોમ્બ હશે અને તે લઈ શકે તેવા મિસાઇલ્સ પણહશે તે તેના સૈન્યને આધુનિક બનાવી રહ્યું છે. તેમાં વૈવિધ્યકરણ દાખલ કરી રહ્યું છે અને પરમાણુ શસ્ત્ર ધરાવતી અન્ય ટુકડીઓ પણ વધારી રહ્યું છે.ચીન તેના ભૂમિદળ, નૌકાદળ, વાયુદળ તથા પરમાણુ શસ્ત્રો બની શકે તેવા મિસાઇલ્સ માટેના પ્લેટફોર્મ પણ વધારી રહ્યું છે.તે પ્લુટોનિયમ અલગ તારવી શકે તેવું ફાસ્ટ- બ્રિડર રીએક્ટર્સ પણ રચી રહ્યું છે. રીપ્રોસેસિંગ સુવિધાઓ સાથેના આ પ્લેટફોર્મ હશે ૨૦૨૧થી ચીને પરમાણુ શક્તિ પ્રબળ બનાવવી શરૂ કરી દીધી છે.ેપેન્ટાગોને અમેરિકાની કોંગ્રેસ સમિતિ (સંરક્ષણ સમિતિ)ને આપેલા અહેવાલમાં જણાવ્યું છે કે, ચીન પાસે અત્યારે ૪૦૦થી વધુ એટમ-બૉમ્બ છે. તે ઝડપભેર તેની પરમાણુ તાકાત વધારવા મથી રહ્યું છે. અને એક દશકમાં કે મોડામાં મોડા ૨૦૩૫ સુધીમાં તેની પાસે ૧૫૦૦ ન્યુક્લિયર વોર હેડઝ હશે જ.ચીન આ કરે છે શું કામ તે સમજાવતા પેન્ટાગોનના ટોચના અધિકારીઓએ કોંગ્રેસની સંરક્ષણ સમિતિને પેન્ટાગોને તે સમિતિને પણ જણાવ્યું હતું કે, તેની તાકાત આંતરિક તેમજ વિદેશ નીતિના પગલા દ્વારા પ્રસારવા માંગે છે પરંતુ તે વૈશ્વિક જાહેર સલામતીનો રંગ ચઢાવે છે.

(7:16 pm IST)