Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પ્રથમવાર ઈંગ્લેન્ડમાં ખ્રિસ્તીઓની સંખ્યામાં થયો ઘટાડો

નવી દિલ્હી: ઇંગ્લેન્ડમાં ખ્રિસ્તી ધર્મ પછી કોઈ એવો ધર્મ નથી કે જેના અનુયાયીઓની સંખ્યા બીજા ક્રમે આવે. બીજા ક્રમે નાસ્તિકો છે જેઓ કહે છે કે, 'અમે કોઈ ધર્મમાં માનતા જ નથી' આવા નાસ્તિકોની સંખ્યા ઝડપભેર વધી રહી છે. જેમાં 'ગોરા'ઓ જ મોટા ભાગે હોય છે.ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૧ પછી ૨૦૨૧માં વસ્તી ગણતરી થઈ હતી તેમાં જાણવા મળ્યું છે કે મુસ્લીમોની વસ્તીમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. નાસ્તિકતાના પ્રચાર અંગે આર્ક બિશપ ઓફ સ્ટીફન કોટરેલે જણાવ્યું હતું કે, 'સેક્યુલર વિચારધારામાં નાસ્તિકતા વધે તે સહજ છે.' તેમણે કહ્યું કે, 'દેશમાં ખ્રિસ્તીઓની સંખ્યા ઝડપભેર ધટી રહી છે પરંતુ તેઓ ભૂલે છે કે, જીવન સમક્ષ ઉભા થતાં સંકટો વચ્ચે લોકો અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છેત્યારે ધાર્મિકતા એક મહત્ત્વનો સહારો છે.'૨૦૦૧થી યુ.કે.માં વસ્તી ગણતરીમાં ધર્મનો મુદ્દો પણ આવરી લેવામાં આવ્યો હતો તેમાં ૯૪% વસ્તીને આવરી લેવાઈ હતી તેમાં ૨ કરોડ ૭૫ લાખ લોકોએ પોતે ખ્રિસ્તી હોવાનું જણાવ્યું હતું. જે કુલ વસ્તીના ૪૬ ટકા જેટલી થાય છે પરંતુ ૨૦૧૧ના આંકડા કરતા તે આંક ૧૩ ટકાથી પણ ઓછો થવા જાય છે. પોતાનો કોઈ જ ધર્મ નથી તેમ કહેનારા ૨ કરોડ ૨૨ લાખ લોકો છે જે કુલ વસ્તીના ૩૭.૨ ટકા થવા જાય છે તે પછી મુસ્લિમો આવે છે જેઓ ૩૯ લાખ છે જે કુલ વસ્તીના ૬% છે જે ૧૦ વર્ષમાં થયેલો વધારો દર્શાવે છે.

(7:15 pm IST)