Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

બલુચિસ્તાનમાં પાકિસ્તાન સલામતી દળો અને આતંકીઓ વચ્ચે થયેલ ગોળીબારીમાં 10 બલૂચીઓ માર્યા હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં બલુચીસ્તાન પ્રાંતમાં સલામતી દળો અને બલુચ-અલગતાવાદીઓ વચ્ચે થયેલા સામ-સામા ગોળીબારમાં ૧૦ આતંકીઓ માર્યા ગયા છે.આ માહિતી આપતા ઈન્ટર-સર્વિસીઝ પબ્લિક રીવેશન્સ (આઈ.એસ.પી.આર.) જણાવે છે કે બલુચીસ્તાનના હોશબ જિલ્લાના આતંકવાદીઓના છુપાવાના સ્થળને સલામતી દળોએ ઘેરી લેતાં, સામસામા ગોળીબાર શરૂ થયા હતા, જેમાં ૧૦ આતંકી માર્યા ગયા હતા. આતંકીઓ ગ્વાડર-હોશબ-એમ-૮-માર્ગ ઉપર વિસ્ફોટક ઉપકરણો પ્લાંટ કરતા હતા અને સશસ્ત્ર દળો તથા તેમને સાથ આપનારા નાગરિકો ઉપર હુમલા કરતા હતા.પાકિસ્તાનમાં સલામતી દળોએ ૧૨ થી ૧૪ આતંકવાદી સ્થાનો શોધી કાઢ્યા છે. તેમાં તેઓએ હોશબ જીલ્લાના આતંકીઓ સામે જઈ તેમને શરણે થવા આદેશ આપતાં તેેમણે સામેથી ગોળીબાર શરૂ કર્યા હતા. આથી સલામતી દળોએ સામા ગોળીબારો કરતા ૧૦ આતંકીઓ માર્યા ગયા હતા.ગયા શનિવારે સેનાએ જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે બલુચીસ્તાનના હોટલ ક્ષેત્રમાં પ્રતિબંધિત વિદ્રોહી ''બબુચ રીપબ્લિક્સ આર્મી'' સાથે સંકળાયેલા ૯ આતંકીઓને ઠારે માર્યો હતા, ૩ ઈજાગ્રસ્ત થયા હતા. તેમની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હાલમાં સરકાર નીચે છે.

(7:15 pm IST)