Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કોરોના સંક્રમિત વ્યક્તિને લઈને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોનો મહત્વનો અભ્યાસ:એક હજાર ચેપગ્રસ્ત વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રવેશ કરે છે

નવી દિલ્હી: વૈજ્ઞાાનિકોએ ઓસ્ટ્રિયાના મહત્તવના કોવિડ-19 ફેલાવતા ક્લ્સટરમાંથી 750 નમુના લઇ તેનો અભ્યાસ કર્યો હતો ત્યારે જાણવા મળ્યું હતું કે આશરે એક હજાર ચેપગ્રસ્ત વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રવેશ કરે છે. અભ્યાસ અનુસાર, પ્રમાણ એચઆઇવી અને ગેસ્ટ્રોએન્ટીટરીઝનું કારણ બનતા નોરોવાઇરસ જેવા અન્ય વાઇરસ કરતાં ખુબ વધુ સંખ્યામાં હોય છે.

            'તેમ છતાં અમને કેટલીક વખતે એવું પણ જાણવા મળ્યું હતું કે ઓછા વાઇરસ કણો સાથેનો સંક્રમિીત દર્દી કોઇના સંપર્કમાં આવે તો પણ સંક્રમિત બની શકે છે'એમ અભ્યાસના મુખ્ય લેખક અને ઓસ્ટ્રિયન એકેડમી ઓફ સાયન્સના એન્ડ્રેસ બર્ગથાલેરે કહ્યું હતું.'અમને શંકા છે કે સુરક્ષાના પગલાં,ટ્રાન્સમિશન રૂટ અથવા ઇમ્યુન સીસ્ટમની એપ્લીકેશન જેવા ધોરણો પણ ખુબ નિર્ણાયક ભૂમિકા ભજવે છે'એમ બર્ગથાલરે કહ્યું હતું.

(6:13 pm IST)