Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

પાકિસ્તાને 16 ભારતીય માછીમારોની ધરપકડ કરી હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાનના અધિકારીઓેએ દેશના જળ ક્ષેત્રમાં અનઅધિક્રુત રીતે માછીમારી કરવાના આરોપી ૧૬ ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. એ સાથે જ તેમણે ૨ હોડીઓ જપ્ત કરી છે. આ માહિતી પાકિસ્તાનના અધિકારીએ શુક્રવારે આપી હતી.  

પાકિસ્તાન સમુદ્રી સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે, તેમના એક જહાજે  પાકિસ્તાનની સમુદ્રી  સીમાના નિયમિત પેટ્રોલિંગ સમયે ૧૬ ભારતીય માછીમારોની ધરપકડ કરી છે અને તેમની ૨ હોડીઓને જપ્ત કરી છે. આ ધરપકડ મંગળવારે કરવામાં આવી હતી જેની જાણકારી પાકિસ્તાને મંગળવારે આપી હતી. 

તેમણે તેમના નિવેદનમાં જણાવ્યું કે, ભારતીય માછીમારોને પાકિસ્તાની સમુદ્રી  સીમા અને સંયુકત રાષ્ટ્રના કાયદાના ઉલ્લંઘન બદલ પકડવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસ પછી હોડીઓને કરાંચી લઈ જવામાં આવી હતી અને પકડાયેલા માછીમારોને ર્ડાક્સ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. 

(5:03 pm IST)