Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પેરિસમાં થયેલ પ્રચંડ વિસ્ફોટનું કારણ આવ્યું સામે: રાફેલ વિમાન ઉડ્યું હોવાનું અધિકારીઓનો ખુલાસો

નવી દિલ્હી: પેરિસના આકાશમાં આજે પ્રચંડ વિસ્ફોટ થતાં લોકો ડરી ગયા હતા અને ત્યાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધા પણ થોડી વાર માટે રોકી દેવાઈ હતી. ફ્રાન્સમાં તાજેતરમાં જ નાના-મોટા હુમલાના બનાવો બન્યા હોવાથી લોકોને શરૃઆતમાં આતંકી હુમલો કે અન્ય કોઈ પ્રહાર થયાનો ડર લાગ્યો હતો. બાદમાં જાણવા મળ્યું હતું કે એ અવાજ સોનિક બૂમ કહેવાતી પ્રક્રિયાનો હતો. કોઈ વિમાન જ્યારે અવાજની ઝડપ કરતા વધુ ઝડપે ઉડે ત્યારે આકાશમાં પ્રચંડ ધડાકો સર્જાતો હોય છે. આ ધડાકો સોનિક બૂમ કહેવાય છે.

             પેરિસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણેે અવાજ રફાલ વિમાન ઉડયું તેના કારણે આવ્યો હતો. સામાન્ય રીતે રહેણાંક વિસ્તાર પર ફાઈટર વિમાનો સુપરસોનિક (અવાજની ઝડપ કરતાં વધુ સ્પીડે) ઝડપે ઉડતા હોતા નથી. પરંતુ આ વિમાનને ઝડપથી ઉડવાની છૂટ અપાઈ હતી. પેરિસના એરપોર્ટ પરથી રવાના થયેલા એમ્બ્રેઅર-૧૪૫ પેસેન્જર વિમાન સાથે એરપોર્ટનો સંપર્ક તૂટી ગયો હતો.

(6:23 pm IST)