Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

શ્વાને બતાવી માનવતા: પાણી માટે વલખા મારતી માછલીની કરી આ રીતે મદદ

નવી દિલ્હી: આ દુનિયા હકીકતમાં ખૂબ અજીબોગરીબ છે. આવુ એટલા માટે કહી શકાય કારણ કે, દુનિયામાં ભાત ભાતના લોકો વસે છે અને સમય ક્યારે પોતાનું ચક્ર ફેરવી લે તે કોઈને પણ ખબર નથી. અરેરે.એટલુ પણ ગંભીર થવાની જરૂર નથી.

            અમે તો બસ એટલા માટે કહ્યુ કે, સામન્ય રીતે કુતરો કોઈ માછલીને જોવે તો એ સૌથી પહેલા તેના પર હુમલો કરી ખાવાનો પ્રયાસ કરે. સામન્ય રીતે આપણે આવું જ જોયું છે. પણ અમે આપના માટે એક વીડિયો લઇ આવ્યાં છીએ જે તમારી આ ધારણાને ખોટી પાડશે. તમે વીડિયોમાં જોઈ શકશો એક કુતરો પાણી માટે વલખા મારતી માછલીને પાણીમાં છોડે છે અને તરફડીયા મારતી માછલીનો જીવ બચાવે છે.

(6:22 pm IST)