Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

તો આ કારણોસર હોઈ છે પેસેન્જર પ્લેન વિમાનનો કલર સફેદ

નવી દિલ્હી: જ્યારે પણ તમે કોઈ વિમાનમાં બેસો છો ત્યારે તમારા મનમાં અવારનવાર આ સવાલ થતો હશે કે આખરે આ પેસેન્જર વિમાન હંમેશા સફેદ રંગનું જ કેમ હોય છે?.. તમે ક્યારેય પણ પેસેન્જર વિમાનને બીજા કોઈ રંગમાં નહીં જોયું હોય અને બધા દરેક એરલાઈન સફેદ રંગનું પ્લેન જ પોતાના માટે પસંદ કરે છે. ત્યારે આવો જાણીએ કે પેસેન્જર વિમાન સફેદ રંગનું જ કેમ હોય છે? વેબસાઈટ કોરા પર આ સવાલનો જવાબ આપતાં લેશી સ્મિથે જવાબ આપ્યો કે જે એરબસ સાથે જોડાયેલા છે અને તેમના આર્ટિકલ્સને લોકો પસંદ કરે છે. લેશીએ જે કારણ બતાવ્યું તે ઘણું દિલચશ્પ છે. અને આજે તમને વિમાન સફેદ જોવા મળે છે. એક જમાનામાં તે કાળા હતા. સફેદ રંગનું વિમાન અત્યંત સાધારણ માનવામાં આવતું હતું. જૂના સમયમાં જેમ કે પેન અમેરિકન એરલાઈન્સ, મેટલના બનેલા કાળા રંગના વિમાનને પસંદ કરતી હતી. જેના પર કોઈ પેઈન્ટ થતું નથી. આજે દરેક પ્રકારના વિમાન જોવા મળતા નથી.

સફેદ રંગની જગ્યાએ મેટલના વિમાનને કેમ પસંદ કરવામાં આવતું હતું?. જે જવાબ લેશીએ આપ્યું કે તે કંઈક આ પ્રમાણે છે. આ એટલા માટે હતું કેમ કે જો એરક્રાફ્ટ પર કંઈક તૂટી પડે કે પછી તેમાં કોઈ ક્રેક જોવા મળે તો પેઈન્ટ કરેલા વિમાન પર સરળતાથી જોવા નહીં મળે. જો મેટલના વિમાન પર ઓનબોર્ડ કોઈ સમસ્યા હોય છે તો તેને સમજવું અને પછી તેને ઠીક કરવું સરળ હશે. આ વિમાનને કેટલાંક સમય પછી એરલાઈન્સે બહાર કરી દીધું હતું. મેટલના વિમાનને પછી સફેદ રંગના વિમાનથી રિપ્લેસ કરવામાં આવ્યું. સ્મિથના જણાવ્યા પ્રમાણે સફેદ રંગની સરખામણીમાં બ્લેક પેઈન્ટ બહુ વધારે ખર્ચ થતો હતો.

(5:50 pm IST)