Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ન્યૂઝીલેન્ડની એક વેબસાઈટ પર ભારતીય ખાટલો વેચાઈ છે આટલી કિંમતે

નવી દિલ્હી: દુનિયાની મોટી મોટી બ્રાન્ડ અમુક વાર પોતાની અવનવી પ્રોડક્ટ્સને લઇને ચર્ચામાં રહે છે તો કેટલીક વાર તે ટ્રોલ પણ થઇ જાય છે. તેવામાં હાલ ન્યૂઝીલેન્ડની એક વેબસાઇટે ભારતીય ખાટલો એટલે કે ચારપાઇને વેચવા માટે મૂક્યા છે. વળી આ ખાટલાની કિંમત તેમણે 41000 નક્કી કરી છે.

આ પહેલી વાર નથી કે કોઇ વિદેશી બ્રાન્ડ ભારતીય સંસ્કૃતિ અને રહેણી કહેણી સાથે જોડાયેલી વસ્તુઓ વેચી રહી હોય. મોટેભાગે આ ભારતીય વસ્તુઓને તેઓ વિન્ટેજના નામે વેચીને સારા એવા પૈસા બનાવે છે. જણાવી દઇએ કે, 2019 માં બ્રિટનની એક બ્રાન્ડને વિન્ટેજ અને બોહો ડ્રેસીસ વેચવા બદલ આલોચનાનો ભોગ બનવુ પડ્યુ હતુ. આ ડ્રેસ એક સામાન્ય ભારતીય ડ્રેસ જેવો જ હતો જેને ભારી કિંમતમાં વેચવામાં આવી રહ્યો હતો.

હવે ન્યૂઝીલેન્ડની એક બ્રાન્ડ એનાબેલ્સ પાતળી દોરી અને લાકડામાંથી બનેલા ખાટલાને Vintage Indian Daybed નામથી 41,000 રૂપિયામાં વેચી રહી છે. આ ખાટલામાં કોઇ ખાસ વાત નથી કે જેના કારણે તેને આટલુ મોંઘુ વેચવામાં આવી રહ્યુ છે. આવા ખાટલાની કિંમત ભારતમાં ખૂબ જ ઓછી હોય છે. જ્યારે ન્યૂઝીલેન્ડમાં તે 10 ગણી વધુ કિંમતમાં વેચવામાં આવી રહ્યો છે.

(5:49 pm IST)