Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

પંજશીર પ્રાંત પર કબ્જો મેળવવા ગયેલ 350 તાલિબાનીઓનો ખાત્મો

નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તામાં સત્તા હાંસલ કરી લીધી છે અને હવે તે અફઘાનિસ્તાનમાં પંજશીર પ્રાંત પર કબ્જો કરવા ધમપછાડા કરી રહ્યુ છે. આ એક જ વિસ્તાર તાલિબાનના તાબા હેઠળ આવ્યો નથી. અહીંયા તાલિબાનનુ કટ્ટર દુશ્મન નોર્ધન એલાયન્સ તેને ટક્કર આપી રહ્યુ છે. જોકે અહીંયા ઘુસવા માટે તાલિબાને શરૂ કરેલા જંગમાં તેને ફટકો પડયો છે.

ટ્વિટર પર નોર્ધન એલાયન્સે દાવો કર્યો છે કે, મંગળવારની રાતે તાલિબાનના 350 આંતકીઓને ઢાળી દેવાયા છે અને 40 લોકોને કેદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તાલિબાન દ્વારા ઉપયોગમાં લેવાયેલા ઘણા અમેરિકન વાહનો અને હથિયારો પણ નોર્ધન એલાયન્સે કબ્જામાં લીધા છે. સ્થાનિક પત્રકાર નાતિક માલિકજાદાના ટ્વિટ પ્રમાણે અફગાનિસ્તાનના પંજશીર પ્રાંતમાં પ્રવેશવા માટેના વિસ્તારમાં તાલિબાન અને નોર્ધન એલાયન્સ વચ્ચે અથડામણ થઈ છે. અહીંયા એક પુલ ઉડાવી દેવાયો હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે.

 

(5:47 pm IST)