Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ચીનમાં એક ટોરનેડોએ મચાવી ખતરનાક તબાહી

નવી દિલ્હી: ચીનમાં (China) એક ટોરનેડોએ (Tornado) એવી તબાહી મચાવી છે કે જેના વિશે કદાચ જ કોઇએ વિચાર્યુ હશે. આનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં હવામાં ચારે તરફ કાટમાળ ઉડતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો ચીનના હુલુડાઓ શહેરનો છે. ટોરનેટોના કારણે અહીં 50 થી વધુ ઘરોને ક્ષતિ પહોંચી છે. કેટલીક જગ્યાઓએ તો ઝાડ પોતાના મૂળમાંથી જ ઉખડી ગયા. એક વ્યક્તિએ પોતાના ઘરની બારીમાંથી આ વીડિયો બનાવ્યો છે, જેમાં જોવા મળે છે કે આ ચક્રવાતની ગતી કેટલી ઝડપી છે. જાણકારી પ્રમાણે, શહેરમાં ભારે નુક્સાન થયુ છે. રસ્તાઓને પણ ખૂબ નુક્સાન થયુ છે અને લોકોના વાહનો પણ તૂટી ગયા છે.

આ શહેર ચીનના ઉત્તર પૂર્વમાં સ્થિત લિઓનિંગ પ્રાંતમાં છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ ઘટના 25 ઓગસ્ટની છે. આને લઇને ચીન તરફથી કોઇ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ જ્યારે વીડિયો વાયરલ થયો તો દુનિયાને તેના વિશે ખબર પડી. આ ચક્રવાત લગભગ 1 મિનીટ સુધી ત્યાંની ઇમારતો સાથે ટકરાતુ રહ્યુ. આ ચક્રવાતની અસર હજી સુધી દેખાઇ રહી છે. કુલ કેટલુ નુક્સાન થયુ છે તેને લઇને સરકારે કઇ જણાવ્યુ નથી.

 

(5:46 pm IST)