Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

અમેરિકન સેનાએ પોતાના સર્વિસ ડોગને કાબુલ એરપોર્ટ પર છોડી દીધા હોવાનો દાવો

નવી દિલ્હી: અમેરિકન સેનાએ અફઘાનિસ્તાન છોડતી વખતે પોતાના કૂતરાઓને કાબુલ એરપોર્ટ પર રઝળતા મુકી દીધા હોવાના મીડિયા રિપોર્ટ અંગે આખરે અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને ખુલાસો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ અખબારે દાવો કર્યો હતો કે, અમેરિકન સેનાએ પોતાના 46 સર્વિસ ડોગ સહિત કુલ 130 કુતરાઓને અફઘાનિસ્તાનમાં છોડી દીધા છે. જોકે પેન્ટાગોને કહ્યુ છે કે, કોઈ પણ સર્વિસ ડોગને અમેરિકન સેના ત્યાં મુકીને નથી આવી. સોશિયલ મીડિયા પર કુતરાઓની જે તસવીર વાયરલ થઈ રહી છે તે કુતરા અમેરિકન સેનાના નથી પણ અમેરિકાની એક એનજીઓ દ્વારા કાબુલમાં સ્થપાયેલી એક એનજીઓના છે. આ કુતરા અમેરિકન સેનાની દેખરેખમાં નહોતા. કાબુલ સ્મોલન એનિમલ રેસ્ક્યુ નામની સંસ્થા એક વર્ષથી અફઘાનિસ્તાનમાં સક્રિય છે. તેણે કુતરાઓને અફઘાનિસ્તાનમાંથી કાઢવાની યોજના બનાવી હતી પણ આ કુતરાઓને સૈન્ય વિમાનમાં જવાની મંજૂરી મળી નહોતી અને પ્રાઈવેટ વિમાનો પર રોક લગાવી દેવાઈ હતી. જેના કારણે કુતરાઓને એરપોર્ટ પર છોડવા માટે સંસ્થા મજબૂર બની હતી.

(5:45 pm IST)