Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

શૌચાલયના પાણીમાંથી બનતી આ બિયરે લોકોમાં ઘુમ મચાવી દીધી હોવાની માહિતી

નવી દિલ્હી: શૌચાલયના પાણીમાંથી અહીં બીયર બનાવવામાં આવે છે. આ બિયરે સિંગાપોરમાં ધૂમ મચાવી છે. લોકો તેને એટલો પસંદ કરી રહ્યા છે કે દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. અહીંની એક સ્થાનિક બીયર ઉત્પાદકે સિંગાપોરની નેશનલ વોટર બીયર એજન્સી PUB સાથે મળીને આ અનોખી પહેલ માટે પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સિંગાપોરમાં પાણીની ભારે અછત છે.

આ કારણોસર કંપનીએ આ નવી શરૂઆત કરી છે. વર્ષ 2018માં પ્રથમ વખત એક કોન્ફરન્સ દરમિયાન આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

હવે આ વર્ષે એપ્રિલથી આ નવી બીયર NEWBrewનું અહીંના સુપરમાર્કેટમાં વેચાણ શરૂ થઈ ગયું છે. આ નવી પહેલને લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે અને તેઓ તેનો ટેસ્ટ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, 58 વર્ષના ચ્યુ વેઈ લિયાન નામના વ્યક્તિએ તેને સુપરમાર્કેટમાંથી ખરીદ્યો અને તેનું પરીક્ષણ કર્યું. તેને ટેસ્ટ ખૂબ ગમ્યો. તેણે કહ્યું, ‘સાચું કહું તો હું માની જ નથી શકતો કે તે ટોયલેટના પાણીમાંથી બને છે. જો તે મારા ફ્રિજમાં રાખવામાં આવે તો મને તે પીવામાં કોઈ વાંધો નથી. તેનો સ્વાદ બિલકુલ બીયર જેવો છે અને મને બીયર ગમે છે. ઇઝરાયેલ અને સિંગાપોર જેવી વિકસિત અર્થવ્યવસ્થાઓ ભલે ટેક્નોલોજીની બાબતમાં ઘણી આગળ હોય પરંતુ તેમની પાસે તાજા પાણીનો અભાવ છે. હવે લોસ એન્જલસ અને લંડન જેવા શહેરો પણ સમાન પાણી પુરવઠા માટે સમાન ટેક્નોલોજી અપનાવવાનું વિચારી રહ્યા છે. સિંગાપોરનું ન્યુએટર અલ્ટ્રાવાયોલેટ લાઇટથી ગટરના પાણીને જંતુમુક્ત કરીને અને દૂષકોને દૂર કરવા માટે અદ્યતન પટલ દ્વારા સાફ કરીને બનાવવામાં આવ્યું છે. ટેક્નોલોજીના વિસ્તરણ સાથે લોકોને એ પણ સમજાવવું પડશે કે એકવાર પાણી પર પ્રક્રિયા કર્યા પછી પાણી માત્ર પાણી જ રહે છે.

(6:11 pm IST)