Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અમેરિકાના ઓહિયોમાં રહેતા એક શખ્સને છે વિચિત્ર પ્રકારની બીમારી:સાંભળીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: તમે દુનિયામાં ચિત્ર વિચિત્ર બીમારીઓ વિશે સાંભળ્યું હશે. કેટલીક બીમારીઓ ઘણી જૂની હોય છે તો કેટલીક નવી. કેટલીક બીમારીઓ એવી હોય છે કે તેમને સમજમાં આવે જ્યારે કેટલીક તો એવી કે જેના વિશે સાંભળીને ડોક્ટર્સ પણ ચોંકી જાય. આવો જ એક મામલો અમેરિકાના ઓહિયોમાં સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિને અજીબોગરીબ બીમારી થઈ ગઈ છે. જેના કારણે તેને પોતાના શરીરમાંથી સિટી જેવો અવાજ સંભળાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી ઉપરાંત તેને અન્ય કેટલીક શારીરિક સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ પીડિત વ્યક્તિની ઉંમર 72 વર્ષ છે. જે ઓહિયોમાં પરિવાર સાથે રહે છે. થોડા સમય પહેલા તેને એક વિચિત્ર સમસ્યા થઈ. તેને પોતાના શરીરમાંથી સિટીનો અવાજ સંભળાતો હતો. શરૂઆતમાં તો તેણે વહેમ ગણીને તેને નજરઅંદાજ કરી. પરંતુ ત્યારબાદ પણ આવો સિટી જેવો અવાજ સંભળાતો રહ્યો. સમય પસાર થતા તેને બીજી પણ કેટલીક શારીરિક સમસ્યાઓ થવા લાગી. તેનો ચહેરો સૂજી ગયો અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી. ત્યારબાદ તેણે ડોક્ટરને દેખાડવાનું નક્કી કર્યું. ડોક્ટરે કેટલાક ટેસ્ટ લખી આપ્યા. ટેસ્ટ બાદ જાણવા મળ્યું કે સિટીનો અવાજ તેના Scrotum (અંડકોષ) માંથી આવે છે અને આ જ કારણ શરીરમાં નિર્ધારિત માત્રા કરતા વધુ હવા ભરાઈ જવાથી શરીર પણ ફૂલી રહ્યું છે.

(6:10 pm IST)