Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

વર્ષની શરૂઆતમાંજ પાકિસ્તાનમાં બોંબ ધડાકા: 2 પોલીસ કર્મી સહીત 7 ઘાયલ

નવી દિલ્હી: આતંવાદીઓનું શરણસ્થળ બનેલ પાકિસ્તાન ખુદ પણ આતંકવાદીઓના ખતરાથી ઘેરાયેલું છે વર્ષના પ્રથમ દિવસેજ પાકિસ્તાન બોંબ ધડાકાથી હચમચી ઉઠ્યું છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ફરીએકવાર આતંકવાદીઓએ નિશાન સાધ્યું છે જેમાં ચમન વિસ્તરામાં જોરદાર બોંબ ધડાકા કરવામાં આવ્યા તેના કારણે 7 લોકોને ઇજા પહોંચી છે જેમાં બે પોલીસ કર્મીનો પણ  સમાવેશ થાય છે.ઘટનાસ્થળે પોલીસે સિક્યોરિટી વધારી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(7:50 pm IST)