સમાચાર ફટાફટ

મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશએ સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યાઃ પોતાની ફિલ્મના ગીત વિરૂધ્ધ હૈદ્દાબાદમાં દાખલ કરાયેલી FIR સામે સુપ્રિમ કોર્ટમાં અરજી: (8:30 pm IST)

સીબીઆઈના જણાવ્યા પ્રમાણે પંજાબ નેશનલ બેન્કના તે સમયના જનરલ મેનેજર કક્ષાના ૧૩ ઓફીસરોની પૂછપરછ કરાઈ છે નીરવ મોદી જૂથના ૪ ઓફીસરોને આકરી પૂછપરછ કરવામાં આવી છે: (6:29 pm IST)

રોટોમેકના વિક્રમ કોઠારી સહિતના પ્રમોટરો સામે ૩૭૦૦ કરોડના લોન કૌભાંડ માટે એડીએ કેસ ફાઈલ કર્યો છે : (6:29 pm IST)

સેન્ટ્રલ વિજીલન્સ કમીશન સીબીસીએ પંજાબ નેશનલ બેન્ક અને નાણા ખાતાના અધિકારીઓને ૧૦ દિવસમાં આ બેંક કૌભાંડ કેવી રીતે અમલ બન્યુ તેની તપાસ કરી અહેવાલ આપવા હુકમ કર્યા છે : આકરા નાણાકીય પ્રબંધો અમલમાં હોવા છતાં આ કૌભાંડ કઈ રીતે સર્જાયુ તેની વિગતો માગી છે : સીબીઆઈએ સેન્ટ્રલ વિજીલન્સને કહ્યુ છે કે અનેક તબક્કે બેન્કીંગ સિસ્ટમ નિષ્ફળ ગયેલ છે: (6:28 pm IST)

સરકાર દ્વારા બનાવેલ કમિટિ જ શાળાઓની ફી નક્કી કરશે : પ્રોવીઝનલ ફી ના નિયમો અનુસાર ફી કમિટી નક્કી કરે છે : ર૦૧૭-૧૮ અને ર૦૧૮-૧૯ ની ફી નક્કી થાય તેને ખાનગી શાળાઓના સંચાલકોએ માન્ય રાખવા પડશે : વધુ સુનાવણી ૩ મેના યોજાશે : (4:59 pm IST)

મનોહર પરીકરને સારવાર અર્થે અમેરીકા લઈ જવાશે: ગંભીર માંદગી સબબ મુંબઈમાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દેશના ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી અને ગોવાના હાલના મુખ્યમંત્રી મનોજ પરીકરને તેમની પેનક્રિયાસની ગંભીર માંદગી માટે ખાસ વિમાન મારફતે અમેરીકા લઈ જવાશે તેમ જાણવા મળે છે : એક અખબારી અહેવાલ મુજબ તેમને પેનક્રિયાસનું કેન્સર છે અને ગંભીર સ્થિતિ છે : ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુંબઈ ખાતે તેમની તબિયત જોવા ગયા હતા: (4:39 pm IST)

ગોડમેન ભારે મુશ્કેલીમાં? ત્રણ હજાર કરોડની રીકવરી કાઢશે આવકવેરા ખાતુ: બહુજ નજીકના સમયમાં ભારતના સૌથી વિવાદાસ્પદ ગોડમેન તરીકે ઓળખાતા વ્યકિતને આવકવેરા ખાતુ ૩ હજાર કરોડ રૂપિયાની ટેક્ષ રીકવરી નોટીસ આપે તેવી પૂરી સંભાવના : આ ગોડમેન હાલમાં જેલમાં હોવાનું જાણીતુ છે : (4:38 pm IST)

૪૯ બેન્કોએ હિસાબોમાં ૩.૬ લાખ કરોડની જંગી રકમો ડૂબી ગયાનું દર્શાવ્યુ : દેશના બેન્કીંગ સેકટર ઉપર સંકટના વાદળા ઘેરાય ગયાઃ આરટીઆઈ દરમિયાન આરબીઆઈએ આંકડા આપ્યા : કહ્યુ ૫II વર્ષમાં સરકારી બેન્કોને ખૂબ નુકશાન ગયું: (4:30 pm IST)

PNB કૌભાંડ ૧૧૩૬૦ કરોડનું નહિ પણ રૂ. ૧૩૦૬૬ કરોડનું : નીરવ-મેહુલે ચાંઉ કરી અડધી-અડધી રકમ : નવો ધડાકો : મુંબઇ : પંજાબ બેંકમાં નવો ખુલાસો :માર્ચ ર૦૧૭ સુધીમાં નીરવ મોદી અને મેહુલ ચોકસી ગ્રુપે બેંકોમાંથી ૧૩૦૬૬ કરોડની લોન લીધી હતી : આ પહેલા રૂ.૧૧૩૬૦ કરોડની વાત સામે આવી હતી : ભારતીય બેંકોએ નીરવ મોદીની કંપનીઓને લગભગ ૭૮૧૭.૯૦ કરોડ અને ગીતાંજલી જવેલર્સને ૩ર બેંકોમાં ૭પ૦૦ કરોડની લોન આપી હતી: (4:30 pm IST)

PNB કૌભાંડ : નીરવ મોદીના 'સમુદ્ર મહલ' ઉપર ઇડીનો દરોડો : બેંકની બ્રેંડી હાઉસ બ્રાંચ સીલ કરી દેવામાં આવી : ત્યાંથી કૌભાંડ થયું'તુ: (4:29 pm IST)

યોગીની એન્કાઉન્ટર ઝુંબેશે યુપીમાં તરખાટ મચાવ્યોઃ ૧૪૨ વોન્ટેડ ગુંડા સામેથી હાજર : ૭૧એ જામીન રદ્દ કરાવ્યાઃ યોગીના એન્કાઉન્ટરના ધમધમાટથી ગુંડા - અપરાધીયોમાં ભારે ફફડાટ : ૧૪૨ વોન્ટેડ ગુન્હેગારો સામેથી સરેન્ડર થયા : ૭૧ આવા નરાધમોએ સામેથી પોતાના જામીન રદ્દ કરાવી જેલભેગા થઈ ગયા અને જામીન મળવા છતાં ૨૬ જેટલા આરોપીઓ જેલમાંથી બહાર આવતા જ નથી: (11:55 am IST)

કર્ણાટકમાં ચૂંટણી : ગુજરાતમાંથી કુલ ર૭ હજાર બેલેટ યુનિટ અને ર૦ હજાર કન્ટ્રોલ યુનિટ મોકલવા ચૂંટણી પંચનો આદેશઃ કર્ણાટકમાં ચૂંટણી સંદર્ભે રાજકોટ સહિત રાજયભરમાંથી ર૭ હજાર બેલેટ યુનિટ અને ર૦ હજાર કન્ટ્રોલ યુનિટ મોકલાશે : રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્ર ૪રપ૦-બીયુ અને રર૦૦ સીયુ મોકલશે : ચૂંટણીપંચ દ્વારા ખાસ આદેશો કરાયા...: (11:55 am IST)

ગીતાંજલી જેમ્સના ભૂતપૂર્વ એમડીએ એવો ધડાકો કર્યો છે કે દેશ છોડી નાસી ગયેલ અબજો રૃપિયાની લોનના કૌભાંડી મેહુલ ચોકસીએ બનાવટી અને વધુ કિંમતે હિરાઓનું વેચાણ કર્યુ છે દરમિયાન ઈડીએ મુંબઈમાં આવેલા ગેઈલીના શોરૃમો ઉપર દરોડા ચાલુ કર્યા છે: (6:29 pm IST)

ગુજરાત નગરપાલિકા ચુંટણીઓના છેલ્લા પરિણામોઇઃ કુલ બેઠકઃ ૭૨, ભાજપઃ ૪૪, કોંગ્રેસઃ ૧૩, અન્‍યઃ ૫, ટાઇઃ ૩, અનિર્ણિતઃ ૭: (4:26 pm IST)

કાયાપલટ થયેલા ગુજરાત વિધાનસભાની નવી તસ્‍વીરો.: (4:24 pm IST)

પદ્માવત : આજે સુપ્રિમમાં શું થશે?: પદ્માવત ફિલ્મ રિલીઝ કરવાના સુપ્રિમ કોર્ટના હુકમનો ભંગ કરનાર ગુજરાત - રાજસ્થાન - મ.પ્ર. અને હરીયાણા રાજયો અને કરણી સેના સામે સુપ્રિમ કોર્ટના તીરસ્કાર થવા અંગેની અરજી ઉપર આજે સંભવતઃ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ધરાશે : કોંગી અગ્રણી પુનાવાલાએ એવો મુદ્દો ઉઠાવ્યો છે કે ભાજપ શાસિત આ ૪ રાજયોમાં કરણી સેનાના તોફાનો ચાલવા દીધા હોઈ સુપ્રિમ કોર્ટના હુકમનો અનાદર થયો છે, અપમાન થયુ છે: (11:55 am IST)

પાકિસ્તાનને આર્થિક રીતે હચમચાવે તેવી ઘટના સર્જાશે?: આ અઠવાડીયામાં જ પાકિસ્તાનને ફ્રાન્સ તરફથી મોટી લપડાક પડવા સંભવ : પાકિસ્તાનું અર્થતંત્ર હાલક ડોલક થાય તેવા આકરા પગલા આવી રહ્યાની ટ્વીટર ઉપર ચર્ચા: (11:52 am IST)

સાઉદી અરેબિયામાં મહિલાઓ હવે પોતાના પતિ અથવા કોઈપણ પુરૂષ સંબંધીની પરવાનગી વિના પોતાનો બિઝનેસ શરૂ કરી શકશે. સાઉદી સરકારે પાછલા ગુરૂવારે પોતાના નિયોમાં ફેરફાર કર્યો છે. કોઈપણ પ્રકારના બિઝનેસ પ્રાઈવેટ સેકટર અંતર્ગત આવે છે અને તેનું ચલણ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યું છે: (9:14 am IST)

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો યુગ આવી રહ્યો છે. આ કારણે ભારતમાં ટાટા અને મહિન્દ્રા પોતાની કાર્સના કેટલાક મોડેલ બંધ કરશે. જેમાં ટાટા ઇન્ડિગો, ટાટા બોલ્ટ, ટાટા ઇન્ડિકા, મહિન્દ્રા વેરિટો, મહિન્દ્રા નુવોસ્પોર્ટ, મહિન્દ્રા ઝાયલો જેવા મોડેલ બંધ કરશે. કંપનીઓ નવી કાર્સ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે: (9:14 am IST)

અમેરિકામાં તાજેતરમાં ફ્લોરિડાની હાઈસ્કૂલમાં થયેલ અંધાધૂંધ ફાયરિંગમાં બચી ગયેલા લોકો, સમસ્ત અમેરિકાના વિદ્યાર્થીઓ સાથે 24 માર્ચના રોજ વોશિંગટન માં રેલી યોજીને સરકાર પર અમેરિકામાં 'ગન કંટ્રોલ' કરવા માટે દબાણ લાવશે, જેથી ભવિષ્યમાં આવી હાહાકાર મચાવતી ઘટનાઓ ના બને: (9:14 am IST)

રશિયાના ડેગસ્ટેનના ઉત્તર કાકેશસ વિસ્તારમાં ઑર્થોડૉક્સ ચર્ચમાં થયું અંધાધૂંધ ફાયરિંગ : 5 મહિલાના મોત : 2 પોલીસ ઓફિસર્સ થયા ઘાયલ : અજ્ઞાત હમલાવરને ઠાર મરાયો : સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો: (9:14 am IST)

વેણુ-રના કિનારે ભકિતનો દરિયો ઘુઘવશે પૂ.લાલબાપુને લાખો ભાવિકો સામૂહિક વંદના કરશે: ર૧ મહિનાનું ગાયત્રી મંત્ર અનુઠાન પૂર્ણ કરી, સાધના ખંડમાંથી પૂ.લાલબાપુ તથા રાજુ ભગત બહાર પધારશે * તા. ૧ થી ચાર દિવસીય દિવ્‍ય ઉત્‍સવ * ગધેથડ ગાયત્રી આશ્રમે તૈયારીનો ધમધમાટ * ૭ લાખથી વધારે ભાવિકો ઉમટશે * મહાપ્રસાદમાં ૪પ૦ ડબ્‍બા શુધ્‍ધ ઘી વપરાશે * ચોમેર ઉત્‍સાહની આંધી...* ૭પ૦ ડબ્‍બા તેલ, ૧૦ હજાર કિલો ચણાનો લોટ, ૧૬ હજાર કિલો ખાંડ, *૮ હજાર કિલો ઘઉંનો લોટ, ૧૧ હજાર કિલો ચોખા, ૬ હજાર કિલો અડદનો લોટ, પપ૦૦ કિલો તુવેરદાળ, ર૦૦૦ કિલો ખીચડિયા ચોખા વપરાશે *રપ૦ કિલો કાજુ, ૧પ૦ કિલો બદામ, ૩૦૦ કિલો કીસમીસ, ૪૦ કિલો એલચી, ૧ર કિલો જાવંત્રી વપરાશે *સંતવાણીમાં સંગીતકાર પંકજ ભટ્ટ ગ્રુપ સંગાથે નિરંજન પંડયા, કીર્તિદાન ગઢવી, માયાભાઇ આહીર, ધીરુભાઇ સરવૈયા, બ્રિજરાજદાન ગઢવી જમાવટ કરશે *૧૦૦ ફુટની એક એવી ૧૦ હજાર સીરીઝથી રોશનીનો ઝગમગાટ થશે *૧૧,૦૦ વીઘા જમીન પર મહોત્‍સવ * ૧૧૪ ગામોને ધૂમાડાબંધ આમંત્રણ * મુખ્‍યમંત્રીના આગમન માટે ભવ્‍ય હેલિપેડ * ૧પ મિનિટમાં ૪૦,૦૦૦ ભાવિકો મહાપ્રસાદ આરોગે તેવી વ્‍યવસ્‍થા * પ૦૦ વીઘા જમીન પર ત્રિસ્‍તરીય પાર્કિંગ વ્‍યવસ્‍થા * ચારેય દિવસ ર૪ કલાક ચા વિતરણઃ ૩૦૦૦ કિલો ચા ભૂકી, ૭૦,૦૦૦ લીટર દૂધ વપરાશે (12:23 pm IST)

અકિલા સોશ્યિલ મીડિયા