Gujarati News

Gujarati News

વેપારીઓને સરકારના ભાગીદાર બનાવીશું : વેપારીઓમાં ભયનું વાતાવરણ ખતમ કરીશું : જો આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે, તો વેપારીઓ અને સરકાર ભાગીદાર બનીને રહેશે, તમે માત્ર આદેશ આપો, અને સરકાર તમારા આદેશનો અમલ કરશે : અમે દિલ્હીમાં રેડ રાજ ખતમ કર્યું :ગુજરાત સરકાર પર 3.5 લાખ કરોડનું દેવું છે, પરંતુ દિલ્હી સરકાર પર કોઈ દેવું નથી : 27 વર્ષથી શાસન કરવાને કારણે ભાજપમાં ઘમંડ આવી ગયો છે : લઠ્ઠાકાંડ જેવી ઘટના બનવા છતાં ભાજપના ધુરંધરો તેમના પરિવારજનોને મળવા ગયા ન હતા. આ દર્શાવે છે કે તેમનામાં કેટલો વધારે ઘમંડ છે : : હવે પંજાબમાં પણ મફત વીજળીના કારણે છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 25 લાખ લોકોના વીજ બિલ શૂન્ય આવ્યા છે : ગુજરાતના લોકો વિશ્વમાં જ્યાં પણ જાય છે, તેઓ હંમેશા અન્ય દેશોમાં ભારતનું ગૌરવ વધારે છે: અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે : જો અહીં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, તો સરકારને ખબર જ હશે, તેનો અર્થ એ છે કે આ બધું સરકારની મરજી થી, પ્રશાસનની ભાગીદારી થી થઈ રહ્યું છે : હું ગુજરાતના મુખ્યમંત્રી ને આમંત્રણ આપું છું કે તેઓ પણ દિલ્હી આવે અને લોકો સાથે સંવાદ કરે : અરવિંદ કેજરીવાલ.. access_time 9:46 pm IST