• રાહુલ ગાંધી હતાશાને કારણે જૂઠું બોલવાની પરાકષ્ટતા સર્જે છે ;રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધી પર પલટવાર કરતા ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે યુપીએ સરકારના સમયની તુલનામાં એનડીએ સરકારે નક્કી કરેલ સોદાની કિંમત 9 ટકા ઓછી છે :રવિશંકર પ્રસાદે એમ પણ કહ્યું કે રાહુલ પોતાના જૂઠાણાં ચલાવવા દેશ હિતની પણ પરવા કરતા નથી access_time 12:54 am IST

  • રાહુલ ગાંધી અને અમિતભાઈની સટાસટ્ટી : કર્ણાટકના બીદરમાં રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદીજીને મારી સામે મંચ ઉપર ઉભા કરી દયો તો રાફેલ વિમાન સોદા અંગે એક મિનિટ પણ ઉભા રહી શકશે નહિં તેમણે તમારા (પ્રજાના) પૈસાની ચોરી કરી છે, દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહે મેરઠમાં કહ્યું છે કે વિરોધ પક્ષ સાથે કેમ કામ લેવુ તે ચિંતા મારા ઉપર છોડી દો તમે સરકારની યોજનાઓ નીચે સુધી લઈ જાઓ : ઉ.પ્ર.માં કોંગ્રેસ, સમાજવાદી પક્ષ અને બસપા સાથે મળે તો પણ અમે જ જીતી જશુ access_time 5:31 pm IST

  • જાપાનમાં 5.1ની તિવ્રતાનો ભૂકંપ: ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડ્યા :આ ભૂકંપ ચીબા પ્રીફેક્ચરમાં આવ્યો છે: ભૂકંપના કારણે કોઈ જાનમાલને નુકસાન થયુ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી access_time 1:08 pm IST