ગુજરાત
News of Saturday, 31st October 2020

રાષ્ટ્રીય એકતા દિવસે સંસદ મનસુખભાઇ વસાવાનું નિવેદન : આગામી સમયમાં આદિવાસીઓ માટે મોટાપાયે રોજગારી ની તકો ઉભી થશે

અગાઉ લોકોમાં ગેર સમજ ઉભી કરાઈ હતી પરંતુ લોકો હવે સમજી ગયા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના પ્રોજેક્ટો લોકોના હિત માટે જ છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ૩૦ અને ૩૧મી ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન કેવડિયા ની મુલાકાતે આવ્યા છે ગઈ કાલે વડાપ્રધાન મોદી દ્વારા ૧૭ જેવા વિવિધ અકર્ષણોનું લોકાર્પણ કરાયું હતું અને આજે એકતા પરેડ માં ભાગ લીધો હતો.
  આજના દિવસે સંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું છે કે કેવડીયા વિસ્તારમાં વધુ માં વધુ વિકાસ થઇ રહ્યો છે ત્યારે આદિવાસી લોકો જે કેવડિયા વિસ્તારમાં વસે છે તેમનો પણ વિકાસ થશે સાંસદે જણાવ્યું કે જ્યારે કેવડિયા વિસ્તારમાં આટમોટો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આદિવાસી યુવાનો પોતે તેમાં ભાગ લઈ પોતાના લોકો અને પોતાનો વિકાસ કરે આગામી સમયમાં વધુ મોટા પ્રોજેકટ આવશે અને તેમાં વધુ વિકાસ થશે જયારે ગત સમય કરતાં વિરોધ વન્ટોળ પણ ઓછો થયો છે અગાઉ લોકોને લાગતું હતું કે સ્થાનિકોને નુકશાન થશે જેમાં લોકોમાં ગેર સમજ ઉભી કરાઈ હતી પરંતુ લોકો હવે સમજી ગયા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ ના પ્રોજેક્ટો લોકોના હિત માટે જ છે.

(11:34 pm IST)