ગુજરાત
News of Saturday, 31st October 2020

કાલથી કાંકરિયા લેકફ્રન્ટમાં બોટિંગ , બલોન ફૂડ સ્ટોલ . મ્યુઝિકલ ફુવારા સહિતની સુવિધાઓ શરૂ

બાળકોની નાની રાઈડ પણ શરૂ થશે :મોટી રાઇડ્સ હાલ લાયસન્સ રીન્યુ ન થાય ત્યાં સુધી શરૂ નહીં થાય

અમદાવાદ : કોરોના  મહામારીના કારણે કાંકરિયા લેકફ્રન્ટ 17 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ગયા મહિને કાંકરિયા લેક શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં કોઈ એક્ટિવિટી શરૂ કરવામાં આવી ન હતી. આ અલગ-અલગ એક્ટિવિટી આવતીકાલથી શરૂ થશે. કાંકરિયા લેકમાં આવતીકાલે રવિવારથી બોટિંગ,બલૂન, nocturnal હાઉસ , ફુડ સ્ટોલ, રેસ્ટોરન્ટ ,મ્યુઝિકલ ફુવારા ,લેસર શો વગેરે એક્ટિવિટી શરૂ કરવામાં આવશે.

કાંકરિયામાં આવતીકાલથી બાળકોની નાની રાઈડ પણ શરૂ કરવામાં જોકે મોટી રાઇડ્સ હાલ લાયસન્સ રીન્યુ ન થાય ત્યાં સુધી શરૂ કરવામાં આવે નહિ. કાંકરિયામાં રાઈડ્સની દુર્ઘટના બાદ રાઇડર્સ બધ કરવામાં આવી હતી. હવે લાઇસન્સ રીન્યુ બાદ જ ખોલવામાં આવશે. મળતી માહિતી અનુસાર હાલ માં કાંકરિયા લેકમાં આવેલ મોટી રાઇડર્સમાં કોઈ લાયસન્સ રીન્યુ કરવામાં આવેલ નથી.

 

આ ઉપરાંત બાળકો માટે ચાલતી અટલ એક્સપ્રેસ પણ હજુ શરૂ કરવામાં આવશે નહીં . તે શરૂ કરવા અંગે નો નિર્ણય હજુ લેવાનો બાકી છે. કાંકરિયા લેક ફ્રન્ટમાં કાલથી શરૂ થતી દરેક એક્ટિવિટીમાં કોઈની ગાઈડલાઈન ફોલો કરવાની રહેશે. અત્યાર સુધી કાંકરિયામાં કાંકરિયા લેક બટરફ્લાય પાર્ક તેમજ પ્રાણી સંગ્રહાલય ચાલુ હતા.

કાંકરિયા લેક્ફ્રન્ટની સોમથી શુક્રવાર સુધીમા દરરોજ 1500 જેટલા લોકો મુલાકાત લે છે જ્યારે શનિવાર અને રવિવારે 4000થી 5000 લોકો આવે છે. કાંકરિયામાં રાઈડ્સ શરૂ થતાં આગામી દિવસોમાં લોકોનો ધસારો વધે તેવી શકયતાને લઈ ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે. ઝૂ સુપરિટેન્ડન્ટ આર.કે સાહુએ વધુમાં કહ્યું હતું કે કોવિડ-19ની ગાઈડ લાઈન પ્રમાણે પ્રથમ તબક્કામાં માત્ર 50 ટકા લોકોને જ પ્રવેશ અપાશે.

કાંકરિયા ઝૂ સુપરિટેન્ડન્ટ આર.કે સાહુએજણાવ્યું હતું કે રવિવારથી બાળકોની રાઈડ્સ શરૂ થશે. જેની પાસે લાયસન્સ છે તેવી તમામ રાઈડ્સ શરૂ થશે. બે એમ્યુઝમેન્ટ પાર્ક છે તે બંધ રહેશે. અટલ એક્સપ્રેસનું લાયસન્સ રિન્યુઅલ હજી સુધી આવ્યું નથી માટે અટલ એક્સપ્રેસ શરૂ નહીં થાય.

(10:07 pm IST)