ગુજરાત
News of Saturday, 31st October 2020

રાષ્‍ટ્રીય એકતા દિવસ અવસરે વલસાડ ખાતે પોલીસ દ્વારા માર્ચ પાસ્‍ટ યોજાઇ

માર્ચ પાસ્‍ટ સર્કિટ હાઉસથી શરૂ કરી ટાવર, કલ્‍યાણી બાગ થઇ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પૂર્ણ થઇ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મ જયંતી- રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણી અવસરે વલસાડ જિલ્લા કલેક્‍ટરશ્રી આર.આર.રાવલની ઉપસ્‍થિતિમાં સર્કિટ હાઉસ વલસાડ ખાતેથી વલસાડ પોલીસ દ્વારા માર્ચ પાસ્‍ટ યોજવામાં આવી હતી. આ અગાઉ વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલ, પોલીસ અધિકારી/કર્મચારીઓને એકતાના શપથ લેવડાવ્‍યા હતા. આ માર્ચ પાસ્‍ટ સર્કિટ હાઉસથી શરૂ કરી ટાવર, કલ્‍યાણી બાગ થઇ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પૂર્ણ થઇ હતી. આ માર્ચ પાસ્‍ટમાં પોલીસના જવાનો, હોમગાર્ડ તથા ટીઆરબીના જવાનો જોડાયા હતા.
આ અવસરે વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાએ શણગારાયેલી જીપમાં બેસી શહેરના માર્ગે ફરીને લોકોનું અભિવાદન ઝીલ્‍યું હતું.

(7:14 pm IST)