ગુજરાત
News of Saturday, 31st October 2020

વડોદરા:સાળી સાથે રંગરેલિયા મનાવતા પતિને પત્નીએ બાતમીના આધારે રંગે હાથે ઝડપી મેથીપાક ચખાડ્યો

વડોદરા: શહેરથી ૨૦૦ કિમી દૂર આવેલા વતનમાં ત્રણ સંતાનોનો ઉછેર કરતી પત્નીને  ગમાર સમજી વડોદરા શહેરમાં રંગરેલિયા મનાવતા પતિની પત્નીએ પોલ ખોલીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.

 દાહોદ નજીક મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રહેતી મહિલા થોડા વર્ષ પહેલાં વડોદરામાં પતિ સાથે રહેતી હતી.પરંતુ શહેરી જીવન ખર્ચાળ લાગતાં પતિના કહેવાથી તે ત્રણે બાળકો સાથે વતનમાં રહેવા ગઇ હતી.પતિ નિયમિત રીતે વતનમાં જઈ પત્નીને ઘરખર્ચ આપી આવતો  હતો.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિની હરકતોથી પત્નીના મનમાં  શંકા-કુશંકાના વમળો સર્જાયા હતા.શરૃઆતના સમયગાળામાં  નિયમિત વતન જતા  પતિએ વતનમાં આવવાનું લગભગ બંધ કર્યું હતું અને ઘરખર્ચ પણ ખૂબ ઓછો આપવા માંડયો હતો.પત્નીએ તેનું કારણ પૂછતાં પતિએ લોકડાઉનમાં કામ મળતું નથી  તેમજ ઘરનું ભાડું વધી ગયું છે, જેવા બહાના કાઢ્યા હતા.

(4:49 pm IST)