ગુજરાત
News of Saturday, 31st October 2020

વલસાડમાં આંકડા રમાડતી તારાને ત્યા રેન્જની ટીમે રેડ કરતા સ્થાનિક પોલીસ તંત્રની પોલ ખોલતી રેન્જ ટીમ

સુરત રેન્જ આઈજી ડો રાજકુમાર પાંડિયનની સૂચનાથીઅને માર્ગદર્શનથી રેડ

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ શહેરમાં દારૂ આંકડાની માયા બંધ કરવા સ્થાનિક પોલીસ નિષ્ક્રિય બની હોઈ તેવુ લાગી રહ્યુ છે.લાખોની કિંમતનો દારૂ વલસાડ શહેર માંથી મલી આવે છે તો હજારોની કિંમતના આંકડા રમાડનાર વલસાડ માંથી મલી આવે છે જે સ્થાનિક પોલીસ નહિ પણ આઈજીની ટીમ પકડે છે.વલસાડ શહેરમાં જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહએ કડક પગલા ભરવા પડશો એમા શંકાને સ્થાન નથી.વલસાડ શહેરમાં નામચીન તારા આંકડામાં જૂનુ નામ ધરાવે છે જો તેમા આખી તપાસ થાઈ તો અનેક નામો બહાર આવશો. વલસાડ શહેર માં આજરોજ સુરત રેન્જની ટીમે 58000 રૂપિયા આસપાસ જપ્ત કર્યા હતા. સુરત રેન્જ આઈજી  ડો રાજકુમાર પાંડિયન આગળ શુ કાર્યવાહી કરે છે તે જોવાનુ રહ્યુ.જ્યારે જિલ્લા પોલીસ વડા પણ આગળ વધુ તપાસ કરે તો અનેક રહસ્ય ખુલશો તેવી ચર્ચા છે

(10:40 pm IST)