ગુજરાત
News of Monday, 30th January 2023

સુરતનું દંપતી મોટરસાઈકલ લઈ બારડોલી ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા વેળાને અજાણ્યા ટેમ્પાએ હડફેટે લેતા મોટરસાયકલ સવારનું કમકમાટી ભર્યુ મોત

અશોકભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પુત્રને બારડોલી ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બારડોલી: સુરતનું દંપતી મોટરસાઈકલ લઈ બારડોલી ખાતે લગ્ન પ્રસંગ હાજરી આપવા માટે જઈ રહ્યું હતુ જે દરમિયાન બારડોલી નગરની હદમાં મોટરસાઇકલને પાછળથી અજાણ્યા ટેમ્પાએ ટક્કર મારતા મોટરસાયકલ સવારનું મોત નીપજ્યું હતુ

મળતી માહિતી અનુસાર સુરત શહેરના પાલનપુર ખાતે રામનગર સોસાયટીમાં રહેતા અશોકભાઈ દલપતભાઈ મૈસુરીયા (47) તેમની પત્ની તરૂલતા બહેન સાથે રવિવારના રોજ મોટરસાઈકલ GJ 5 EB 5275 લઈ સુરત ખાતેથી બારડોલી લગ્ન પ્રસંગે હાજરી આપવા નીકળ્યા હતા જે દરમીયાન મોડી સાંજે 7.:30 વાગ્યાના અરસામાં કડોદરા બારડોલી સ્ટેટ હાઈવે પર આવેલા ગાર્ડન સેન્ટર નર્સરીની સામે તેઓની મોટર સાઇકલને પાછળથી કોઈ અજાણ્યા ટેમ્પા ચાલકે મોટરસાયકલને ટક્કર મારી હતી.

અકસ્માતમાં દંપતી રસ્તા પર પટકાતા અશોકભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પુત્રને બારડોલી ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:05 am IST)