News of Saturday, 30th December 2017
મજૂરીના પૈસા મામલે આણંદના ત્રણોલમાં યુવક પર ધારિયા વડે હિંસક હુમલો
આણંદ: તાલુકાના ત્રણોલ તાબે દેવપુરામાં ગઈકાલે સવારના સુમારે મજુરીના પૈસા બાબતે એકને ધારીયાથી કપાળ તેમજ કાન પાસે ઈજાઓ પહોંચાડતા આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીન તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર દેવપુરા ખાતે રહેતા ભલાભાઈ રતનભાઈ પરમારને ગઈકાલે સવારના ૧૧.૩૦ કલાકે શૈલેષભાઈ રમણભાઈ સોલંકીએ તુ બુધાભાઈને મજુરીના પૈસા કેમ આપતો નથી ? તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને કપાળના ભાગે તેમજ કાન ઉપર ધારીયું મારી દીધું હતુ જેથી ભલાભાઈ લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો.
(4:32 pm IST)