ગુજરાત
News of Friday, 30th September 2022

વડોદરાના વાસણાના દેવનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટના મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી ર

દુર્ઘટનામાં 2 મહિલાઓના મોત નીપજ્યાં :4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

વડોદરાના વાસણાના દેવનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા હડકંપ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં 2 મહિલાઓના મોત નીપજ્યાં છે. તો 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા છે.આજે સવારે 10 વાગ્યા આસપાસ ઘટના ઘટી હતી.

   ગેસ સિલિન્ડર ફાટવાનો મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઘટના મુદ્દે દુખ વ્યક્ત કર્યુ છે. મૃતકના પરિવારને રૂ.2 લાખની સહાય જાહેર કરી છે.મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને ઈજાગ્રસ્તોને જલ્દી સાજા થવા માટે પ્રાર્થના પણ કરી છે.ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ દુર્ઘટનામાં બે મહિલા લીલાબેન ચૌહાણ અને શકુંતલાબેન જૈનનું મોત નીપજ્યું છે.  4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અસરગ્રસ્ત પરિવારોને કોર્પોરેટરો રૂ.25/25 હજારની સહાય આપશે. ભાજપ સંગઠન અને કોર્પોરેટરો ઘરવખરીની વ્યવસ્થા કરશે તેવી મુલાકાત દરમિયાન જાહેરાત પણ કરી હતી

(11:44 pm IST)