ગુજરાત
News of Thursday, 30th June 2022

વડોદરા:સમા વિસ્તારમાં વોચ ગોઠવી પોલીસે બે શખ્સોને ઝડપી 1.43 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સમા વિસ્તારમાં વોચ ગોઠવી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો કાર સાથે પસાર થઈ રહેલા બે શખ્સોને ઝડપી પાડી 1.43 લાખની 168 નંગ દારૂની બોટલો મળી કુલ  4.58 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ સંદર્ભે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

રથયાત્રાના અનુસંધાને ડીસીબી પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો કાર સમા ટી પોઇન્ટ પાસેથી પસાર થવાની છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબની કારને ઝડપી પાડી હતી. પ્રાથમિક પૂછતાછમાં કારચાલક શુભમ બિશ્વાસ  (રહે- શ્રવણ ગ્રીન એપાર્ટમેન્ટ ,સિદ્ધાર્થ બંગલો, હરણી) અને કારમાં સવાર અન્ય શખ્સ કુલદીપ ટાપરિયા ( રહે - સન રેસીડેન્સી , સમા સાવલી રોડ ) હોવાનું બહાર આવ્યું હતું. નરોડા દરમિયાન પોલીસે કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા 1.43 લાખની 168 નંગ બોટલો, બે મોબાઈલ ફોન અને કાર મળી કુલ 4,58,400ની મતા કબજે કરી બંને શખ્સોની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી હતી.

(6:22 pm IST)