કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ તરીકે અમરેલીના પ્રભાતભાઇ કોઠિવાળ
અખિલ ભારતીય ઓ.બી.સી મહાસભાના
રાજકોટઃ અખિલ ભારતીય ઓ.બી.સી. મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રજાપતિ વિપુલભાઇ ચંદુભાઇ જાદવ દ્વારા અમરેલી જીલ્લા બાબરા તાલુકાના નિવાસી એવા પ્રભાતભાઇ દાદાભાઇ કોઠિવાળ (મો. ૯૪૨૬૯૩૮૩૪૧) ની નિમણૂંક અખિલ ભારતીય ઓ.બી.સી. મહાસભાના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ તરીકે કરવામાં આવેલ છે. તેઓ અમરેલી જીલ્લામાં આહિર સમાજના મંત્રી અને અમરેલી જીલ્લા પંચાયતના કોટડાપીઠા જીલ્લા પંચાયત સીટના સદસ્ય તરીકે સેવા આપે છે. સર્વજ્ઞાતિ સમુહલગ્ન, બાળકોના- વિદ્યાથી સન્માન સમારોહ સહિતની પ્રવૃતિઓ કરી રહ્યા છે. અખિલ ભારતીય ઓ.બી.સી. મહાસભાના પ્રદેશ હોદ્દેદારો મનસુખભાઇ ગોવાણી, પરસોત્તમભાઇ ભરડીયા, મનીષભાઇ ઓડેદરા, એડવોકેટ તનસુખભાઇ ગોહેલ, બાલાભાઇ અમેથીયા, અંબાલાલભાઇ સદાદીયા(સુરત), પરેશભાઇ મહેતા(ભરૂચ), મેરામણભાઇ ગંભીર, મોહનભાઇ સોનગરા, ઉર્મિલાબેન રાણા(સુરત) વિ.એ. પ્રભાતભાઇ કોઠિવાળને શુભેચ્છા પાઠવી છે.