ગુજરાત
News of Thursday, 30th June 2022

સુરતમાં ઉધના વિસ્તારમાં 5 સેકન્ડમાં 28 લાખની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ધોળા દિવસે મની ટ્રાન્સફરના કર્મચારીને લૂંટી ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા. બાઈક પર જઈ રહેલા મની ટ્રાન્સફરના કર્મચારી પાસેથી બાઈક પર આવેલા ત્રણ લૂંટારુ 28 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.

(11:51 am IST)