ગુજરાત
News of Saturday, 30th April 2022

નર્મદા જિલ્લાની 23 ગ્રામપંચાયતોમાં વહીવટદારની નિમણુંક માટે તંત્ર એ તજવીજ હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તાજેતરમાં સુપ્રીમકોર્ટના એક આદેશને પગલે ગુજરાત સરકારે આગામી દિવસોમાં જેની મુદત પુરી થાય છે તેવી ગ્રામપંચાયતોની ચૂંટણી કરવાને બદલે ત્યાં વહીવટદાર નીમવાની તજવીજ હાથ ધરી છે જેમાં નર્મદા જિલ્લામાં પણ 23 જેટલી ગ્રામ પંચાયતોની મુદત પુરી થતા ત્યાં વહીવટદાર નીમવાની કામગીરી જિલ્લા તંત્ર એ હાથ ધરી છે નર્મદા જિલ્લાના પાંચ તાલુકા પૈકી તિલકવાડા તાલુકામાં સૌથી વધુ 14 ગ્રામપંચાયત છે જયારે નાંદોદ તાલુકામાં 06 ગ્રામપંચાયત તેમજ ગરુડેશ્વર માં 02 અને સાગબારા તાલુકામાં 01 ગ્રા.પં નો સમાવેશ થાય છે જયારે ડેડીયાપાડામાં એક પણ નહિ તો આ કામગીરીમાં નાંદોદ અને ગરુડેશ્વર ની ગ્રામપંચાયતો માં વહીવટદાર નિમણુંક કામગીરી પૂર્ણ થઇ છે જયારે અન્ય તાલુકા માં નિમણુંકની કાર્યવાહી ચાલી રહી છે વિધાનસભાની ચૂંટણી ને ગણતરીના મહિના બાકી છે ત્યારે ગ્રામપંચાયતોની ચૂંટણીઓ મોકૂફ રહેતા ગ્રામ્ય વિસ્તારો માં તેની ભારે અસર દેખાઈ રહી છે.

 

(10:22 pm IST)