News of Saturday, 30th April 2022
અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના રાજ્ય વ્યાપી કાર્યકર્તા સંમેલનમાં રાજપીપળાના કાર્યકર્તાઓ જોડાયા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ ચૂંટણી નજીક આવી રહી હોય તમામ રાજકીય પક્ષો પોત પોતાના રાજકીય હથકંડા અજમાવી રહ્યા છે ત્યારે દરેક પક્ષ હાલ પોતાના કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા મજબૂત બનાવવા દરેક જિલ્લા,ગામે ગામ પહોંચી કોઈકને કોઈક કાર્યક્રમોનું આયોજન કરે છે
આજરોજ અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના યોજાયેલા કાર્યકર્તા સંમેલન માં સમગ્ર ગુજરાતના બીજેપી ના કાર્યકરો જોડાયા હતા જેમાં નર્મદા જિલ્લાના બીજેપી કાર્યકરો પણ આ સંમેલન માં હાજર રહ્યા હતા જેમાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,પ્રકાશ ભાઈ વ્યાસ, રાજેન્દ્રભાઈ પટેલ(મેડિકલ સ્ટોર વાળા) સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
(10:42 pm IST)