ગુજરાત
News of Saturday, 30th April 2022

સુરતના ભૈયાનગરમાં 4 વર્ષની બાળકીના દુષ્કર્મ બાદ હત્યા કેસ:પોલીસે 15 દિ 'માં કોર્ટમાં રજૂ કર્યું ચાર્જશીટ

ચાર્જશીટમાં FSL રિપોર્ટ, મેડિકલ પુરાવા,55 સાક્ષીના નિવેદન લેવાયા :કેસમાં ટૂંક સમયમાં ચાર્જફ્રેમ કર્યા બાદ કોર્ટ કાર્યવાહી શરૂ કરશે

સુરતમાં પુનાગામ ભૈયાનગરમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાથી પોલીસ દોડતી થઇ હતી. કેસની તપાસ કરતા ઘટનાના 15 દિવસમાં જ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. ચાર્જશીટમાં FSL રિપોર્ટ, મેડિકલ પુરાવા,55 સાક્ષીના નિવેદન લેવામાં આવ્યા છે.13 એપ્રિલે 4 વર્ષની બાળકીનું અપહરણ  થયું હતું. અપહરણ બાદ બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી દેવાઈ હતી. જે કેસમાં ટૂંક સમયમાં ચાર્જફ્રેમ કર્યા બાદ કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

સુરતના પુણાગામ વિસ્તારના ભૈયાનગરમાં બાળકીની હત્યાને મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે આરોપી લલને દુષ્કર્મ કર્યા હોવાનો ખુલાસો થયો હતો.IPC 376 અને 377ની વધારાની કલમો ઉમેરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

13 એપ્રિલના રોજ સુરતના પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ભારે રોષ વ્યાપ્યો હતો. આ બનાવ બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પાંચ વર્ષની બાળકી શ્રમજીવી પરિવારની હોવાનું બહાર આવ્યું હતું. અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની વિગતો સામે આવતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોચ્યા હતાં. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી બાળકીને પીઠ પાછળ બેસાડીને લઈ જતો હોવાના CCTV સામે આવ્યાં. આ શખ્સ દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીને લઈ ગયો હતો. મધ્યપ્રદેશના લલનસિંહ નામના વ્યક્તિએ બાળકીને માર મારીને ગળું દબાવ્યું હતું. તેની પોલીસે ગંભીર ગુના હેઠળ ધરપકડ કરી છે. 

સુરતના પુણાગામ પાસે આવેલા પુલ નીચે રહેતા શ્રમીક પરીવારની બાળકી હતી જે ગઈ રાત્રે બાળકી અચાનક ગુમ થઈ હતી. જે બાદ પરિવારે પોલીસને જાણ કરી હતી. તાત્કાલિકના ધોરણે પોલીસે બાળકીની શોધખોળ કરી હતી. જે બાદ 13 એપ્રિલની વહેલી સવારે બાળકીનો મૃતદેહ મેદાનમાંથી મળ્યો હતો. બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો રિપોર્ટમાં તેમજ આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો હતો.

 

   
 

(9:47 pm IST)